સુરત : આમ આદમી પાર્ટી દ્વારા તારવારી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. જેના કારણે સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી પ્રમુખની પકડ નબળી સાબિત થઇ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અડાજણ-રાંદેરમાંથી 400 કરતા વધારે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. અડાજણ રાંદેર વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. જો કે આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. 


જો કે આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આપમાં જતા સુરત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં ભાજપનું માળખું ખુબ જ મજબુત માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કાર્યકર્તાઓનાં અનુસાર કોરોના કાળ દરમિયાન સરકાર અને તંત્ર સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનાધાર પાર્ટી ગુમાવી ચુકી છે ત્યારે કાર્યકર્તાઓએ ઝાડુ જ પકડ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube