ચેતન પટેલ/સુરત: જો તમે વીમા માટે કોઈના ફોન આવતા હોય તો થઇ જજો સાવધાન કારણ કે, સુરત પોલીસના હાથે એક એવો આરોપી પકડાયેલ છે જે પહેલા તો વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી કરતો હતો. આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પકડમાં આવેલા ઉમેદસીંગ લક્ષ્મણસીંગ બીસ્ટ છે. જેને વેસુના નિવૃત શિક્ષક સહિત 35 જણાને સર્વ શિક્ષા અભિયાનના ટેક્ષ, એનઓસી, પેન્શન યોજના અને અન્ય પોલીસીની નામે ફોન પર ઠગ ટોળકીએ લોભામણી સ્કીમો આપીને 49 લાખની ઠગાઈ કરી હતી. જોકે પોલીસને આરોપી તેના સાસરીમાં સંતાયેલ હોવાની વિગત મળતા દબોચી લીધો છે. 


શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ


આ ચીટરે વિરાજ કોઠારીનું ખોટુ નામ ધારણ કરી અલગ અલગ વીમા કંપનીની પોલીસી શિક્ષક સહિત 35 જણાને લેવડાવી હતી. અગાઉ તે વીમા કંપનીમાં કામ કરતો હોવાથી વીમાની તમામ ગતિવિધિઓથી વાફેક હતો. 49 લાખની ચીટીંગ કર્યા પછી તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી સાયબર ક્રાઇમે તેને પકડવું મુશ્કેલ હતું. જો કે સાયબર ક્રાઇમની મોબાઇલ સર્વલન્સ સ્ટાફે જુના ડેટા કાઢીને તેના આધારે તપાસ કરી ઉત્તરાખંડમાં અઠવાડિયા સુધી રોકાયને આખરે ચીટરને ઉતરાખંડમાં કફોલ ગામે તેની સાસરીમાં પકડી પાડયો હતો.


સુરતીઓનો અલગ અંદાજ, સોનાથી મઢ્યું જમ્મુ કાશ્મીર !!


ઠગ ટોળકીએ વોટસએપ અને ઈમેલ પર આઇ.જી.એમ.એસ ડિપાર્ટમેન્ટ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સના લોગોવાળો બોગસ લેટરો પણ ગ્રાહકોને આપ્યા હતા. વીમા પોલીસમાં આ અંગેની તપાસ કરતા બોગસ પોલીસી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને પગલે 2018માં શિક્ષક વિનોદરાય પોપટ અમદાવાદ ખાતે રિઝર્વ બેંકમાં ગયા હતા. જ્યાં અધિકારીઓને બોગસ બેંકના લેટરો બતાવતા તેઓ પણ ચોક્રી ગયા હતા. 


બેંકે તાત્કાલિક ત્યાંથી શિક્ષકના નામે ગુજરાત પોલીસવડા અને ઈકોનોમીક ઝોનના વડાને ફરિયાદ કરી હતી. મહિના પહેલા સાયબર ક્રાઈમે 23 જણા સામે ચીટીંગનો ગુનો નોંધ્યો હતો. અને આખરે આ ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


LIVE TV....