સુરતમાં સ્માર્ટ પ્રોજેકટ ઉકરડા સમાન! કરોડોના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડને લઈને મોટો ખુલાસો
છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.
તેજશ મોદી/સુરત: પાલિકાએ શહેરને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે અનેક વખત સ્માર્ટ પ્રોજેકટ ઉકરડા સમાન બની જતા હોય છે, ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડમાંથી 80% બસ સ્ટેન્ડ નકામા હોવાનું સામે આવ્યું છે.
આ આરોપ ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા જ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટેન્ડ પર બસ ઊભી રહેવાના બદલે ડ્રાઇવર રસ્તાની વચ્ચે જ બ્રેક મારી પેસેન્જર બેસાડતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઊઠી હતી. આ અંગે સિટી લિંકને અકસ્માતો પર અંકુશ મેળવવા ચાલકો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવા માંગ કરાઈ હતી.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.
ઉનડકટે પાલિકા કમિશનરને રજૂઆત કરતાં કહ્યું કે, પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચે સિટી બસ સ્ટોપ બનાવ્યા છે. જોકે હાલ 80 ટકા બિન ઉપયોગી દેખાઈ રહ્યા છે. ચાલકો બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતાં જ નથી અને એકલ-દોકલ પેસેન્જર માટે પણ રોડ પર જ એકાએક બ્રેક મારી દે છે. જેથી પાછળ આવતા વાહનોના અકસ્માત થાય છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
આ અંગે તેમણે કિસ્સા પણ રજૂ કર્યાં હતાં. આ સાથે જ શહેરભરના બસ સ્ટેન્ડ કન્ડમ હાલતમાં મુકાયા હોવાથી રેનબસેરા બની ગયા છે તો કેટલાકમાં ફેરિયા અને અસામાજિકોનો કબજો થઈ ગયો છે, જેથી સ્ટોપની મરામત કરવા પણ રજૂઆત કરાઈ હતી