સંદીપ વસાવા/માંગરોળ: અપહરણ અને દુષ્કર્મના આરોપીને કોસંબા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. ગત 9 તારીખના રોજ માંગરોળ તાલુકાની GIDCમાં એક ઘટના બની હતી. જેમાં ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવરે પડાવમાં સુતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના ખતરાની ઘંટડી વાગી! આજે સૌથી વધુ નોંધાયા અમદાવાદમાં કેસ, એકનું મોત


સુરત ગ્રામ્યની કોસંબા પોલીસ અપહરણ દુષ્કર્મના ગુનામાં મોટી સફળતા હાથ લાગી છે. કોસંબા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. 9 તારીખના રોજ માંગરોળ ના પાનસરા GIDCમાં ઘટના બની હતી. એક ખાનગી ટ્રાન્સપોર્ટનો ટ્રક ડ્રાઇવરે 10 વર્ષીય બાળકીને પડાવમાંથી અપહરણ કરી ગયો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 


કાતિલ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, બે ગ્રહોનું ગોચર આ જિલ્લાઓ પર કહેર વરસાવશે


જોકે પોલીસના હાથે એક ફેકટરીના CCTV ફૂટેજ હાથ લાગયા હતા. જે ફૂટેજ આધારે આરોપીની ઓળખ થઈ હતી. આરોપી મૂળ યુ.પીના વારાણસીનો વિકાસ સયામજીત યાદવ ઉ.વ.24 હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમી આધારે કોસંબા પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી હતી. 


ગુજરાતના આ જિલ્લામાં રખડતાં કુતરાઓનો આંતક, આંકડા અને હકીકત છે ખૂબ જ ચોંકાવનારા