પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યભરમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે. આજે ફરી હાર્ટ એટેકથી 45 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. વ્યક્તિના વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો થયો હતો બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBSE 10th Result 2023: સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે કરી શકશો ચેક


સુરત શહેરમાં છેલ્લા કેટલા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને નાની વયમાં અચાનક છાતીમાં દુખાવો કે બેભાન થયા બાદ મોત કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે જ્યારે આજે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું છે.


શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ભૈરુનાથ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ પરિવાર સાથે રહેતા હતા અને લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે ઊંઘમાંથી ઊઠ્યા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. પરિવારના સભ્યો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ ડકુઆ રંકનિધિ મૃતક જાહેર કર્યો હતો.


સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ રેટ


ડકુઆ રંકનિધિ ને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આજે સવારે પાંચ વાગ્યે ઉઠ્યા બાદ પ્રથમ ટોયલેટ ગયા હતા. ત્યારબાદ ખુરશી પર બેઠા હતા. દરમિયાન છાતીમાં દુખાવો થતા થોડીક ક્ષણોમાં જ ખુરશી પરથી ઢળી પડ્યા હતા. જેને લઈને પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ લવાયેલા ડકુઆ રંકનિધિને ફરજ પરના તબીબે જાહેર કર્યા હતા. અચાનક હાર્ટ અટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.


શુક્રની મહાદશાથી આગામી 20 વર્ષ સુધી રાજા બનીને રહેશે આવી કુંડળીવાળા લોકો!


મુતકના પુત્ર પિન્ટુએ જણાવ્યું હતું કે, પિતાનું છાતીમાં દુખાવા બાદ હાર્ટ એટેકથી મોત થયું છે. પિતાને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. સવારે ઊઠ્યા અને તેમને છાતીમાં દુખાવો થતો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને નાની વયે જ હાર્ટ એટેકથી મોત નીપજતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.


ગુજરાત સરકારની સુપ્રીમે કાઢી ઝાટકણી! 68 જજોના પ્રમોશનને અટકાવ્યાં