CBSE 10th Result 2023: સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે કરી શકશો ચેક

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10નું બોર્ડ પરિણામ જાહેર કરી દીધુ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેઓ ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી પોતાનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ ધોરણ 12નું પરિણામ પણ જાહેર કર્યું હતું. 

CBSE 10th Result 2023: સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે કરી શકશો ચેક

CBSE 10th Result 2023: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10નું બોર્ડ પરિણામ જાહેર કરી દીધુ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેઓ ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી પોતાનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ ધોરણ 12નું પરિણામ પણ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ કાગડોળે પરિણામની રાહ જોઈ રહ્યા હતા. રિઝલ્ટ જાહેર થયા બાદ બોર્ડે કહ્યું છે કે વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે જણાવ્યું કે આ વર્ષે ધોરણ 10નું 93.12 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ઓછું છે. સીબીએસઈ બોર્ડ દ્વારા આગામી વર્ષની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરાઈ છે. જે મુજબ પરીક્ષા 15મી ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. 

93.12 ટકા પરિણામ
CBSE બોર્ડના ધોરણ 10નું પરિણામ આ વખતે 93.12 ટકા જાહેર થયું છે.પરીક્ષામાં 21,65,805 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 20,16,779 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1.34 લાખ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યા. ગત વર્ષ કરતા 1.28 ટકા રિઝલ્ટ ઓછું આવ્યું છે. ધોરણ 10માં પણ ત્રિવેન્દ્રમે બાજી મારી. 99.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. ધોરણ 10માં પણ છોકરીઓ છોકરી કરતા આગળ નીકળી. 94.25 ટકા છોકરીઓ પાસ થઈ જ્યારે 92.27 ટકા છોકરાઓ પાસ થયા. 90 ટકાથી વધુ માર્ક્સવાળા 195799 વિદ્યાર્થીઓ છે જ્યારે 95 ટકા કરતા વધુ માર્ક્સવાળા 44297 વિદ્યાર્થીઓ છે. 

બોર્ડે જણાવ્યું કે અનહેલ્ધી કોમ્પિટીશનને પ્રોત્સાહન આપવાથી બચવા માટે સીબીએસઈ આ વર્ષે હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટના ટોપર્સની જાહેરાત કરશે નહીં. બોર્ડે કહ્યું કે ધોરણ 10ની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર જઈને રોલ નંબર સહિત અન્ય જાણકારીઓ નોંધીને પોતાનું પરિણામ જોઈ શકે છે. 

— ANI (@ANI) May 12, 2023

આ રીતે ચેક કરો પરિણામ
- ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનું પરિણામ ચેક કરવા માટે CBSE બોર્ડની વેબસાઈટ cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે. 
- ત્યારબાદ 10 એક્ઝામ રિઝલ્ટ પર ક્લિક કરો. 
- ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર અહીં નાખો. 
- હવે વિદ્યાર્થીઓનું પરિણામ સ્ક્રીન પર આવી જશે. 
- રિઝલ્ટ જોયા બાદ વિદ્યાર્થીઓ પરિણામને ડાઉનલોડ કરી લે અને તેની પ્રિન્ટ આઉટ પણ રાખી લે. 

નીચે જણાવેલી વેબસાઈટ પર જઈને પણ તમે પરિણામ ચેક કરી શકો છો. 

 

  • cbseresults.nic.in
  • cbse.nic.in
  • cbse.gov.in

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news