SURAT: અઠવાગેટ નજીક આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલમાં આગથી અફડા તફડી
શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલનાં નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે. હોસ્પિટલનાં ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી. તત્કાલ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે ફાયરની ચાર ટીમો ઘટના સ્થળે હાજર થઇ આગને બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
સુરત : શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલનાં નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે. હોસ્પિટલનાં ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી. તત્કાલ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે ફાયરની ચાર ટીમો ઘટના સ્થળે હાજર થઇ આગને બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
આગ લાગી તે વોર્ડમાં માત્ર બે દર્દી જ હોવાથી મોટી જાનહાની ટળી હતી. હાલ બંન્ને દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમીક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની ટીમ સમયસર આવી જતા મોટી જાનહાની નિવારી શકાઇ હતી. દર્દીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ પહેલા બહાર કાઢી લેવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવતી જ રહે છે. સુરતનાં લાલદરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બિલ્ડિંગના 5માં માળે આયુષ હોસ્પિટલના આઇસીયુમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેના કારણે 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube