સુરત : સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની ઉજવણી ધામધુમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે મજા કરી રહેલા યુવકે સુતળી બોમ્બને બેજવાબદારી પૂર્વક ફોડતા તેના મોઢા નજીક જ વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેના મોઢાને ખુબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજેના તાલે દિવાળીની ઉજવણી થઇ રહી હતી. દરમિયાન મિત્રોએ મસ્તીમાં એક યુવકના ચહેરાની નજીક જ બોમ્બ ફોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ બોમ્બ ફૂટતાની સાથે જ એક યુવક બેહોશ થઇ ગયો હતો. ભોગ બનનાર યુવકનું નામ પિન્ટુ જાદવ હોવાનું સામે આવ્યું છે. 

જો કે યુવકને નિષ્કાળજી અને ઓવર કોન્ફિડન્સ ખુબ જ ભારે પડ્યો છે. હાલ તેની હડપચીમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત પિન્ટૂ મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને કારણે બે દિવસ પહેલા વતન ગયો હતો. મિત્રોએ મસ્તીમાં તેને મોઢામાં સુતળી બોમ્બ ફોડવાનું કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢામાં જ સુતળી બોમ્બ ફોડતા બેભાન થઇ ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube