તેજશ મોદી/સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે દરેક પાર્ટીમાં હરીફાઈ ચાલી છે. અમુક જગ્યાએ રાજકીય હંગામો પણ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર મળ્યા છે. વાલમ નગર સીમાડા નાકા પાસે હુમલો થયો હોવાનો AAPના કાર્યકરોએ આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં વાલમ નગર સીમાડા નાકા પાસે આપના નેતાઓ જનસંવાદ કાર્યક્રમમાં પ્રચાર માટે ગયા હતાં. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલીયા સહીતના 7 થી 8 કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. આ ઘટના બાદ આપના નેતાઓ અને કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અને પ્રચારમાં નિકળશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આપના ઇજાગ્રસ્ત કાર્યકર સહીતના નેતાઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


આવા ખરા ટાણે જ ભાજપે પાડી દીધો મોટો ખેલ! અહીં કાઉન્સિલર સહિત 500થી વધુ લોકો BJPમાં જોડાયા


બીજી બાજુ સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલા હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.


જો આવું બન્યું હોત તો ગુજરાતના અડધા યુવાનો નશાના કસ ખેંચતા થઈ જાત! મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની વિદેશી સિગારેટ જપ્ત


ઉલ્લેખનીય છે કે, સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બીજી વખત ચકમક થઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ સુરત શહેર ભાજપ કાર્યાલય પર સોમવારે બપોરે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચેલા આપના કાર્યકરો - નેતાઓ સાથે ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હોવાનો આક્ષેપ પણ થયા હતા. પોલીસ સાથે ઘર્ષણને પગલે આપના નેતા દિનેશ કાછડિયા સહિત ત્રણ નેતાને ઈજા થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube