તેજશ મોદી/સુરત :સુરતના અતિચર્ચાસ્પદ અને ટોક ઓફ ધ ટાઉન બનેલ સુરત પોલીસના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓએ જે આરોપીને ઢોર માર માર્યો હતો, તેનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં બે દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહેલ આરોપી યુવક ઓમ પ્રકાશે જીવલેણ માર બાદ આખરે દમ તોડ્યો હતો. ઓમ પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પણ, મહત્વની વાત એ છે કે, આ સમગ્ર બનાવ બાદ પણ સુરત પોલીસ ફરાર 8 પોલીસ કર્મચારીઓને શોધી શકી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો પોલીસ પોતાના ફરાર પોલીસ અધિકારીઓને શોધી શક્તી નથી, તો પછી ગુનેગારો સુધી કેવી રીતે પહોંચી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્પેન્ડ થયેલા 8 પો. કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે ભાગ્યા? જવાબ આપતા સુરત પોલીસ ગેંગેફેંફે થઈ ગઈ


સુરત પોલીસ આ સમગ્ર કેસને દબાવવાનો હજી પણ પ્રયાસ કરી રહી છે. સવાલ એ છે કે, શું પોલીસ પોતે જ સમગ્ર કેસ પર ઢાંકપિછોડો કરવા માંગે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સુરત પોલીસ પોતાના આઠ પોલીસ કર્મચારીઓને કેટલા સમયમાં પકડી બતાવે છે. 


આરોપીને ઢોર માર મારવા બદલ સુરતમાં PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ

ગુનો નોંધાતા જ તમામ પોલીસ ભાગી ગયા 
આ સમગ્ર ઘટનામાં પીઆઇ સહિત આઠ વિરુધ્ધ પોલીસ મથકમા ગુનો નોંધાયો ત્યારે તેમની અટકાયત કરવા જતા પીઆઇ ખિલેરીએ અન્ય પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી ત્યાથી ભાગી છુટયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ ગઇ હતી. આ ઉપરાત નવી સિવિલ હોસ્પિટલમા ઓમપ્રકાશની સારવાર માટે અલગ કારણ આપવામા આવ્યુ હતુ, તો જ્યારે ખાનગી હોસ્રપિટલમા ખસેડવામા આવ્યો ત્યારે કોઇ પણ પ્રકારની એન્ટ્રી પોલીસ તરફી કરવામા આવી ન હતી. હાલ તો ઉપરી અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામા આવી રહી છે અને તમામ પોલીસ કર્મીઓની શોધખોળ હાથ ધરવામા આવી રહી છે.


અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા


અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે પીઆઈ ખીલેરી 
પીઆઈ એમબી ખિલેરી અગાઉ 2017માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમના વિસ્તારમાં હુસૈનમિયા નામના શખ્સના ત્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે દારૂ અને જૂગારની પ્રવૃતિઓ ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અડ્ડાઓ બંધ કરવા સૂચના આપી હતી. છતાય ખિલેરી રહમ નજર હેઠળ ચાલતા જૂગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડતા પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી ખિલેરીને સસ્પેન્ડ કર્યા હતા.