ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરીને ઊંચા વળતરની લાલચ આપે તો ચેતી જજો, વાંચી લો આ કિસ્સો!!!
સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલન્સના આધારે સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરીને 6,84,300ની રકમ પડાવનાર રોહિત નંદેશ્વર અને રોહિત વાડકરની ધરપકડ મહારાષ્ટ્રમાંથી કરી હતી.
તેજસ મોદી, સુરત: ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી 10થી 12 ટકા જેટલું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવનાર ઇસમની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, 22 જુલાઈ 2021થી 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન તેમના મોબાઇલમાં અલગ અલગ વોટ્સએપ નંબરથી કેટલાક મેસેજ આવ્યા હતા. અને તેમાં મેક્સ બોક્સ નામની કંપનીમાં ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 10થી 12 ટકા જેટલું વળતર મળે છે તેવી લોભામણી લાલચ આ વ્યક્તિને આપવામાં આવી હતી. તેથી ફરિયાદ કરનાર વ્યક્તિએ ત્રણ જેટલા આઈડી બનાવ્યા હતા અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી તેને 8,08,900 કંપનીમાં જમા કરાવ્યા હતા.ત્યારબાદ ફરિયાદી વ્યક્તિએ 1,24,600 રૂપિયા વિડ્રોઅલ કરી લીધા હતા અને 6,84,300 રૂપિયા વિડ્રોઅલ કરી શક્યો ન હતો. તેથી આ સમગ્ર મામલે ફરિયાદી એ સાયબર ક્રાઈમને ફરિયાદ નોંધાવી હતી.
દૂધ પીતા પહેલા ચેતી જજો...! ગુજરાતમાં દારૂ કે દૂધ કશું જ અસલી નથી
સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલન્સના આધારે સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરીને 6,84,300ની રકમ પડાવનાર રોહિત નંદેશ્વર અને રોહિત વાડકરની ધરપકડ મહારાષ્ટ્રમાંથી કરી હતી.
આ લબરમૂછિયા પટેલનો નિર્દોષ ચહેરો જોઇ છેતરાતા નહી, પૈસાદાર બનવા કર્યો આવો કાંડ
મહત્વની વાત છે કે સાયબર ક્રાઇમે આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરાવ્યા હતા એટલે 13 લાખ જેટલી રકમ પણ એકાઉન્ટમાં ફ્રીઝ થઈ હતી. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ બંને આરોપીઓ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube