12 વર્ષની ઉંમરે ખબર પડી કે તે અંદરથી પુરુષ નહિ પણ સ્ત્રી છે... આજે મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનની ઓળખ
સંદીપમાંથી અલીશા બનેલી રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમનને આખરે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સુરતની અલીશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. જે સર્જરી બાદ સંદીપ પટેલમાંથી અલીશા પટેલ (alisha patel) બની હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તેને જાણ થઈ હતી કે, તે અંદરથી છોકરી છે, અને તેણે પુરુષમાંથી સ્ત્રી બનવાનો વિચાર કર્યો હતો.
ચેતન પટેલ/સુરત :સંદીપમાંથી અલીશા બનેલી રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમનને આખરે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સુરતની અલીશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. જે સર્જરી બાદ સંદીપ પટેલમાંથી અલીશા પટેલ (alisha patel) બની હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તેને જાણ થઈ હતી કે, તે અંદરથી છોકરી છે, અને તેણે પુરુષમાંથી સ્ત્રી બનવાનો વિચાર કર્યો હતો.
આ પણ વાંચો : કેનેડાથી શરૂ થયેલા પ્રેમને કોરોનાએ હરાવ્યો... લગ્નના 8 મહિનામાં જ પતિ મરણશય્યા પર આવી ગયો
ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકે સુરતની અલીષાને ટ્રાન્સ ગર્લ્સનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ ઇસ્યુ કરતા કરતા તેણે સરકારી ચોપડે સત્તાવાર રીતે અલીષા તરીકે ઓળખ મેળવી શકશે. સર્જરી (Transgender Surgery) પાછળ લાખો રૂપિયા ખર્ચીને સુરતનો સંદીપ પટેલ (sandip patel) બાદમાં અલીશા પટેલ બની હતી. આ બાદ તેણે નવી ઓળખ માટે સમાજ સુરક્ષા કચેરીમાં અરજી કરી હતી. ત્યારે સુરત કલેક્ટર દ્વારા અલીશાને ટ્રાન્સ ગર્લ (gender change) નું પ્રમાણ પત્ર અને ઓળખ કાર્ડ આપવામાં આવ્યુ હતું. હવે અલીશા સત્તાવાર રીતે ગુજરાતના ચોપડે તેની નવી ઓળખ નોંધાઈ છે.
આ પણ વાંચો : શુ છે રાજકોટના રાજપરિવારનો મિલકત વિવાદ, જેને કારણે ભાઈ-બહેન પહોંચ્યા કોર્ટ
ગુજરાતમાં ટ્રાન્સ વુમન તરીકે ઓળખકાર્ડ આપવાનો આ પ્રથમ કિસ્સો છે. વર્ષ 2019 મા કાયદો બન્યો હતો કે, લિંગ પરિવર્તન (male to female) કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી સકે છે. જે અંતર્ગત સંદીપ પટેલમાંથી અલીશા પટેલ બનેલ ટ્રાન્સ ગર્લે અરજી કરી હતી. ખરાઈ કરાયા બાદ તેને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.
12 વર્ષની ઉંમરમાં જ સુરતમાં રહેતા સંદીપ પટેલને માલૂમ પડી ગયુ હતું કે તેમા સ્ત્રીઓના ગુણ છે. જેથી હિંમત કરીને તેણે ટ્રાન્સ ગર્લ (male to female) માટે સર્જરી કરાવી હતી. આ પ્રમાણ પત્ર જ જેન્ડર ચેન્જ કરનાર વ્યક્તિનું નવુ બર્થ સર્ટિફિકેટ ગણાય છે.