શુ છે રાજકોટના રાજપરિવારનો મિલકત વિવાદ, જેને કારણે ભાઈ-બહેન પહોંચ્યા કોર્ટ

રાજકોટનો રાજપરિવાર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ત્યારે હવે રાજપરિવારનો આંતરિક વિવાદ કોર્ટ રૂમ સુધી પહોંચ્યો છે. મિલકતને લઈને રાજકોટ (Rajkot) ના રાજપરિવારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા (mandhatasinh jadeja) અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. અંબાલિકા દેવીએ વધુ બે જમીન કેસમાં સગા ભાઇ માંધાતાસિંહ સામે દાવો દાખલ કર્યો છે. 
શુ છે રાજકોટના રાજપરિવારનો મિલકત વિવાદ, જેને કારણે ભાઈ-બહેન પહોંચ્યા કોર્ટ

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટનો રાજપરિવાર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ત્યારે હવે રાજપરિવારનો આંતરિક વિવાદ કોર્ટ રૂમ સુધી પહોંચ્યો છે. મિલકતને લઈને રાજકોટ (Rajkot) ના રાજપરિવારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા (mandhatasinh jadeja) અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. અંબાલિકા દેવીએ વધુ બે જમીન કેસમાં સગા ભાઇ માંધાતાસિંહ સામે દાવો દાખલ કર્યો છે. 

આમ તો રાજકોટના રાજપરિવાર (royal family) વચ્ચે મિલકતનો વિવાદ બહુ જૂનો છે. આમ તો આ વિવાદ ભાઈ અને બહેનો વચ્ચેનો છે. માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચે મિલકત બાબતે ચાલતી તકરારમાં સમાધાન થાય તેવા પ્રયાસ રાજવી પરિવારના વડીલો દ્વારા ચાલી રહ્યા છે, પણ તેનો અંત આવ્યો નથી. ભાઈ બહેન વચ્ચે પ્રોપર્ટીના હક્ક-દાવા મામલે અનેક કેસ ચાલી રહ્યા છે. ઝાંસીમાં પરણેલા અંબાલિકા દેવીએ બે અલગ અલગ જમીનના કેસમાં ભાઈ માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. માધાપર અને સરધારમાં આવેલી મિલકત આ કેસમાં મુખ્ય કારણભૂત છે. માધાપરની 575 એકર જમીન અને સરધારની 2 હેક્ટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરાર ચાલી રહી છે.

અંબાલિકા દેવીએ આ વડીલોપાર્જિત મિલકત માટે દાવો કર્યો છે. તેમનુ કહેવુ છે કે, માંધાતાસિંહ વડિલોપાર્જીત મિલકતનો વહીવટ બહેનને વિશ્વાસમાં રાખ્યા વગર પોતાની રીતે કરે છે. તેમની સહમતી વગર પારિવારિક મિલકતનો નિર્ણય કરી છે અને વહીવટ કરે છે. ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યો છે. અંબાલિકા દેવીએ દાવો માંડ્યો કે, વડીલોપાર્જિત મિલકતમાં પાંચમો હિસ્સો છે તે ઠરાવી ખાલી કબજો સોંપાય. સાથે જ વડીલોપાર્જિત મિલકતોના વેચાણ કે ટ્રાન્સફર કે પછી બીજી કોઇ વ્યવસ્થા ન કરે તે માટે મનાઈ હુકમ ફરમાવવા અરજી કરાઈ છે. 

અંબાલિકા દેવીએ છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેમના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે. જેની આજે પ્રથમ સુનાવણી સ્પે. સિવિલ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. 

આ મામલો પ્રાંત અધિકારી પાસે પહોંચ્યો છે. આ મામલે હાલમાં જ અંબાલિકા દેવી અને માંધાતા સિંહ તરફથી વકીલો હાજર રહ્યા હતા. બંને કેસમાં વકીલાતનામુ રજૂ થયુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news