સુરત : ભાજપના નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના સ્વાગત માટે યોજાયેલી રેલી છેલ્લી ઘડીએ રદ્દ કરી હતી. તેમ છતા લોકો એકત્ર થતા તેમાં લોકો એકઠા થયા હોવાની ફરિયાદ સાથે કાયદાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ રીતે સામે આવ્યું હતું. આ અંગે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રેલીના આયોજકો અને ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ સામે જાહેરનામા ભંગ સહિત એપેડેમિક એક્ટ અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પોલીસ કમિશ્નરને સોંપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: હીરા બજારનો સમય 10થી 6 કરવાનો અને એક ઘંટી પર 2 લોકોને બેસવાની માંગ

આ અંગે કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, ભાજપને બધી જ છુટ છે. કાયદો નડતો ન હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 8-10 કાર્યક્રમો કરવાની મંજુરી માંગવામાં આવી છે. તેમ છતા એખ પણ મંજુરી આપવામાં આવી નથી. કાર્યક્રમો વખતે કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને તેમને પરેશાન કરવામાં આવે છે. 


અમદાવાદ: થલતેજની ઉદ્ગમ સ્કુલની દાદાગીરી, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવ્યો

અમારી અગાઉ ધરપકડ થઇ છે. તેમ છતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા. તેમની સામે પણ કાયદેસરનાં પગલા ઉઠાવવા જોઇએ. તેવી માંગ પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના અનેક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરે લીરા ઉડ્યાનું સામે આવ્યું હતું.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube