તેજસ મોદી/સુરત: કોરોનાના ભયના માહોલ વચ્ચે પણ ગુનાઓ બનતા રહે છે. સુરતમાં બજાજ ફાયનાન્સમાંથી લીધેલી લોનનાં બાકી હપ્તાની ઉધરાણી કરવા ગયેલા એજન્ટ પર લોન લેનારે લાકડાના ફટકા મારીને હૂમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જો કે સમગ્ર ઘટના નજીકનાં સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે પોલીસે તપાસ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર: ગંધારા સુગરમાં અટવાયેલા પૈસા પરત કરવાની કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી

સુરતના મગદલ્લા વીઆર મોલ સામે આવેલા ઇડબલ્યુએસ આવાસમાં રહેતા મુકેશ પવનલુત તિવારી બજાજ ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે નોકરી કરે છે. તેમની કામગીરી લોનનાં બાકી હપ્તા વસુલ કરવાની છે. વેસુ એલપી સવાણી સ્કુલ પાસે આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતા નિધિષ સોલંકીએ બજાજ ફાયનાન્સમાંથી લોન લીધી હતી. ત્યાર બાદ ત્રણ જેટલા હપ્તા ભર્યા નહોતા. જેના પગલે ગતરોજ તેમાં ઘરે આ મામલે રૂપિયાની ઉઘરાણી માટે ગયા હતા. 


ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આર.સી પટેલ કોરોના પોઝિટિવ, કાર્યકર્તાઓમાં ભાગદોડ

મુકેશ પોતાનાં મિત્ર સૌરભ સાથે નિઘિષનાં ઘરે ઉઘરાણી માટે ગયો હતો. જો કે ઘર નહી હોવાથી તે પરત ફરી રહ્યો હતો. નિધિષે ફોન કરીને હિસાબ કરી જવા માટે કહેતા મુકેશને કહેતા તે તેના મિત્ર સાથે ગયો હતો. અહીં લોન લેનાર પોતાનાં મિત્ર સાથે રહીને મુકેશ તેના મિત્ર નિધિષ પર લાકડીના ફટકા મારીને હૂમલો કરીને ઇજા પહોંચાડી હતી. જો કે સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર