શોકિંગ...સુરતમાં કોરોનાની તપાસ માટે ગયેલી પાલિકાની ટીમને મારી નાખવાની ધમકી
સુરતમાં એક શોકિંગ ઘટના સામે આવી છે. કોરોના વાયરસની તપાસ માટે ગયેલી પાલિકાની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલ છે. ચારથી પાંચ લોકોએ કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ કહેવાયછે. આ ઘટનામાં 4 મહિલાઓ સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ચેતન પટેલ, સુરત: સુરતમાં એક શોકિંગ ઘટના સામે આવી છે. કોરોના વાયરસની તપાસ માટે ગયેલી પાલિકાની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલ છે. ચારથી પાંચ લોકોએ કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ કહેવાયછે. આ ઘટનામાં 4 મહિલાઓ સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરતના કમેલા દરવાજા વિસ્તારની આ ઘટના છે. જેમાં સંજય નગર ઝૂપડપટ્ટીમાં કારોના વાયરસની તપાસ માટે ગયેલી ટીમ પર કેટલાક લોકો થૂંક્યા હોવાનો પણ દાવો કરાયો છે. પાલિકાના ધમેન્દ્ર જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ચારથી પાંચ લોકોએ કેરોસી છાંટીને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે. પાલિકાની ટીમને જીવથી મારી નાખવાની ધમકી અપાઈ.
અત્રે જણાવવાનું કોરોના વાયરસ સામે લડવામાં ડોક્ટર્સ, હેલ્થવર્કર્સ, પોલીસ ફ્રન્ટલાઈન વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. આમ છતાં કેટલાક લોકો તેમના પર જીવલેણ હુમલા કરી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે. લોકોના બેજવાબદાર વર્તન આ માટે કારણભૂત બની રહ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube