National Smart City Award : દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ-2022 જાહેરાત કરવામાં આવી છે. જેમાં નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડમાં પ્રથમ ક્રમે ઈન્દોર રહ્યું છે. સુરત શહેર ફરી સ્માર્ટ સિટી બનતા સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી છે. તો ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર છે. આ પુરસ્કાર 27 સપ્ટેમ્બરના રોજ ઈન્દોરમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે ભારતના સ્માર્ટ સિટી પુરસ્કાર 2022 ની જાહેરાત કરી છે. જેમાં ઈન્દોર શહેર બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટીનો ખિતાબ જીતી ચૂક્યું છે. સુરત અને આગ્રા ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા. સ્માર્ટ સિટી મિશન લાગુ કર્યા બાદ મધ્ય પ્રદેશે સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર જીત્યો છે, જ્યારે કે તમિલનાડુ બીજા સ્થાન પર રહ્યું છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર રહ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંદીગઢને નંબર વન સ્થાન મળ્યું છે. 


લગ્ન માટે કોઈ બહેન નથી... સુરત નારી સુરક્ષા કેન્દ્ર બહાર આવુ બોર્ડ મારવાની નોબત આવી


દેશના 100 સ્માર્ટ શહેરોમાં ઈન્દોર અવ્વલ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોરનો જલવો કાયમ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર સૌથી વધુ એવોર્ડ લઈ જાય છે. 


સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, સ્માર્ટ સીટી એવોર્ડમાં નંબર 2 બન્યું છે. આ માટે સુરતમાં મોટા પ્રોજેક્ટો, એનવાયરમેન્ટલ ડેવલપમેન્ટ, એફોર્ડબલ હાઉસિંગ, ડ્રેનેજ સ્ટ્રોમ મેનેજમેન્ટ, હેરિટેજ રિસ્ટોરેશન, માસ ટ્રાન્સપોર્ટેશન કોરોના સમયમાં પણ વખાણવા લાયક કામગીરી વગેરે બાબત ધ્યાનમાં લેવાઈ હતી.


આ ત્રણ કેટેગરીમાં સુરતને એવોર્ડ


  1. ICCC: Business Model કેટેગરીમાં સુરત દ્વારા ICCC હેઠળ કરવામાં આવતી વિશેષ કામગીરીઓ બદલ પ્રોજેક્ટ એવોર્ડ

  2. Innovative Idea : કેટેગરીમાં અણુવ્રત કેનાલ કોરિડોર ને આત્મનિર્ભર બનાવવા ના ફાઇનાન્સિયલ સસ્ટેનેબલ મોડેલ ને એવોર્ડ

  3. Covid Innovation : કેટેગરીમાં સુરત મહાપાલિકા દ્વારા COVID-19 પેન્ડેમિક દરમ્યાન લેવામાં આવેલા વિવિધ સકારાત્મક ઇનિશિયેટિવસ તેમજ કરવામાં આવેલી ઉમદા કામગીરીઓ બદલ એવોર્ડ 


4 દિવસમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો, આ છે તેલના લેટેસ્ટ ભાવ


ઉલ્લેખનીય છે કે, વિવિધ શહેરો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય તે માટે ભારત સરકારે વર્ષ 2017માં દેશમાં 100 સ્માર્ટ સિટીની યાદી બનાવી હતી. શહેરમાં પાણી અને ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિત માળખાકીય સુવિધાઓ સાથે વિવિધ મોટા મોટા પ્રોજેક્ટ હાથ ધરીને શહેરને વિકાસની નવી ઉંચાઈ સુધી લઈ જવાનો હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે. દેશની 100 સ્માર્ટ સિટી વચ્ચે દર વર્ષે વિકાસ સંદર્ભે હરીફાઈ થાય તે હેતુથી રેન્કિંગ કરાય છે.


ભયાનક મોટી આગાહી : ગાયબ થયેલા વરસાદ વચ્ચે ગુજરાત પર આવશે મોટુ સંકટ, તૈયાર રહેજો