લગ્ન માટે કોઈ બહેન ન હોવાથી પૂછપરછ ન કરવી... સુરત નારી સુરક્ષા કેન્દ્ર બહાર આવુ બોર્ડ મૂકવાની નોબત આવી

Surat News : સુરતના નારી સંરક્ષણ ગૃહમાં લગ્નની અરજીઓ વધી......પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈ બિઝનેસમેન સુધીના લોકોએ કરી અરજી.....60 વર્ષના વૃદ્ધોએ પણ કરી લગ્ન માટે અરજી.....નારી ગૃહમાં લગ્નની 20 હજારથી વધુ અરજી પેન્ડિંગ.....પરિણામે લગ્ન માટે કોઈ બહેન ન હોવાથી પૂછપરછ ન કરવાના લાગ્યા બોર્ડ...
 

લગ્ન માટે કોઈ બહેન ન હોવાથી પૂછપરછ ન કરવી... સુરત નારી સુરક્ષા કેન્દ્ર બહાર આવુ બોર્ડ મૂકવાની નોબત આવી

Surat Latest News ચેતન પટેલ/સુરત : સુરતમાં નારી સંરક્ષણ ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવાની અરજીમાં વધારો થતાં બોર્ડ લગાવવાની નોબત આવી પડી છે. સુરતમાં નારી સંરક્ષણ ગૃહની કચેરીની બહાર પુછપરછ કરવી નહીં તેવું બોર્ડ લગાવવાની નોબત આવી છે. પોસ્ટ ગ્રેજ્યુએટથી લઇ બિઝનેસમેન સુધીના પુરુષોએ લગ્ન માટે નારી સુરક્ષા ગૃહમાં અરજી કર્યાનું કહેવાય છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોની પણ અરજી કર્યાનો દાવો કરાયો છે. સુરત નારીગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજીઓ પેન્ડિંગ છે. યુવતીઓને લગ્ન માટે ફોન પર 50થી વધારે ઇન્ક્યારી આવતા નારી ગૃહના મેન ગેટ પર જ ‘લગ્ન માટે કોઈ બહેન નહીં હોવાથી પુછપરછ કરવી નહી’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જે હાલ ચર્ચામાં આવ્યું છે. 

સુરતમાં નારી સંરક્ષણ ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવાની અરજીમાં વધારો થયો છે. સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીઓને લગ્નની અરજીઓ વધી રહી છે. જે બતાવે છે કે, સમાજમાં કન્યાઓની કેટલી અછત છે. પરણવા માટે પુરુષોની લાઈનો લાગી છે, પણ કન્યા નથી. હાલ સુરત નારી સંરક્ષણ ગૃહમાં પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈ બિઝનેસમેન સુધીના પુરુષોએ કન્યા માટે લગ્નની અરજી કરી છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોએ પણ લગ્ન માટે અરજી કરી હોવાનો દાવો કરાયો છે. પરંતુ સામે પરણવા માટે કન્યા જ નથી.

સુરક્ષા ગૃહમાં લગ્ન માટે એટલી બધી અરજીઓ આવી છે, કે સુરતના નારી ગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજી પેન્ડિંગ પડી છે. હવે તો અધિકારીઓને લગ્નની અરજીમાં વધારો થતાં બોર્ડ લગાવવાની નોબત આવી છે. તેથી જ સંરક્ષણ ગૃહની બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે, લગ્ન માટે કોઈ બહેન ન હોવાથી પૂછપરછ ન કરવી.

કચેરીની બહાર પૂછપરછ ન કરવી તેના બોર્ડ લગાવવા પડ્યા છે. આ ઉપરાંત ફોન પર 50થી વધારે ઈન્કવાયરી સતત આવી રહી છે. જેથી સત્તાધીશોને મેઈન ગેટ પર પોસ્ટર લગાવવું વધુ યોગ્ય લાગ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news