સુરત:  કોરોનાને પગલે રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનેક લોકો ઠગાઇનો ભોગ બની રહ્યા છે. ઠગબાજો શહેરમાંથી ફેસબુક પર લોભામણી જાહેરાત મુકીને બજાજ ફાયનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરતા હતા. જે ત્રણ ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી છે. જેમાં લોભામણી જાહેરાતો મુકી બજાજ ફાયનાન્સના કસ્ટમર્સ પાસેથી EMI કાર્ડનો નંબર અને OTP મેળવી ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ પોલીસે તેઓની ધરપકડ કરીને અન્ય કેટલાક લોકો સાથે ઠગાઇ કરી છે તે અંગે પુછપરછ હાથ ધરી છે. કોરોના વાયરસ અંગે લગાવાયેલા લોકડાઉનમાં લોકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો. આનો લાભ ઠગબાજો જઇને ઠગાઇ કરી રહ્યા હતા. શહેરમાં FB પર જાહેરાત મુકી લોકડાઉન દરમિયાન બજાજ ફાયનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી. સુરત સાયબર ક્રાઇમમાં 17 માર્ચથી 22 જુન દરમિયાન 8 નંબર પરથી ફોન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

જેને પગલે પોલીસે તપા હાથ ધરી હતી. આ આઠ નંબરનો ઉપયોગ કરી આરોપીઓ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેસબુક પર બજાજ ફાયનાન્સ કંપનીના EMI કાર્ડ પર પર્સનલ લોન આપવાની લોભામણી જાહેરાત મુકતા હતા. બજાજ ફાયનાન્સના કુલ 7 કસ્ટમર્સ પર્સનલ લોન આપવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી EMI કાર્ડનો નંબર OPT મેળવી તેમના કાર્ડ પરથી એમેઝોન અને ફ્લીપકાર્ટમાંથી 2.46 લાખની ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડી આચરી હતી. જે અંગે ફરિયાદ નોંધી હતી. 
પોલીસે ટેક્નીકલ સર્વેલન્ આધારે આરોપી બબાભાઇ ઉર્ફે બાબા હજામભાઇ ચૌધરી, મહેશ વલ્લભભાઇ આસોદરીયા અને દિપક ઉર્ફે દિપ ગોકુલભાઇ ડોબરીયાને શોધી કાઢ્યા હતા. તેમની પુછપરછમાં બજાજ ફાયનાન્સના કસ્ટમર્સને ફેસબુકે લોભામણી જાહેરાત આપીને છેતરપિંડી કરતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર