સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગળનારા પાસે બિલ્ડરને ચપ્પુ મારી ફરાર થયેલા 6 આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં ઉભેલા આરોપીને બિલ્ડરના હાથ અને ટાંટિયા તોડવા માટે અન્ય ભાગીદાર બિલ્ડરે જ આપી હતી. એક લાખ રૂપિયાની સોપારી આપનારા ફરાર બિલ્ડરની પણ પોલીસે શોધ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ચાલી રહ્યા છે કોચિંગ ક્લાસીસ


અમરોલી વિસ્તારમાં મનીષા ગળનારા પાસે બિલ્ડર કાળું ભાઈ પોતાની સાઈડ દિવ્યા મોલ પર રાત્રીના સમયએ મોટર સાયકલ પાર્ક કરી ઉભા હતા. તે જ સમયે બે જેટલા ઈસમો મોટર સાયલ પર આવી તેમથી એક યુવક મોટર સાયકલ પર થી ઉતરી કાળું ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરે છે. કાળુંને પગના ભાગે ઉપરા છાપરી ત્રણ જેટલા ઘા જીકી ત્યાંથી બાઈક પર બેસી ફરાર થઈ જાઈ છે. લોકો બુમાં બૂમ કરે છે પણ આ સોપારી કોન્ટ્રાક્ટ કિલિંગ આરોપી ફરાર થઈ જાઈ છે. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. ગંભીર રીતે ઘાયલ કાળુંને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યાં કાળું ભાઈની અમરોલી પોલીસ ફરિયાદ લઈ અજાણ્યા હુમલા ખોરોની શોધ શરૂ કરી હતી.


RAJKOT: પ્રેમીએ કહ્યું જાન આપણે સ્વર્ગની સફરે જઇએ ત્યારે તારૂ છોકરૂ નડે છે, માતાએ બાળકને....


સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમરોલી પોલીસએ લાગેલા સીસીટીવી અને બાતમી દારોના આધારે આ હુમલા ખોરને શોધવાના પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે પોલીસને સીસીટીવીના આધારે અને બાતમીદારની બાતમી મળી હતી કે, જે હુમલાખોર છે. તે મોટા વરાછા વિસ્તારના જ હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે બંને હુમલાખોરોને મોટા વરાછા વિસ્તારમાંથી ઝડપી લીધા હત્યા. ત્યાં આ ઘટનામાં સાથ આપનાર અન્ય ચાર ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. હુમલો કેમ કર્યો તે જાણી પોલિસ પણ ચોંકી ઉઠી હતી. 


પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર કોરોનામુક્ત સુરતીઓ, કતારગામના વેપારીએ ૬ વાર કર્યા ડોનેટ


આ જીવલેણ હુમલો બીજા કોઈએ નહીં પણ તેમના જ પૂર્વ બિલ્ડર પાર્ટનર ગૌતમે કરાવ્યો હતો. તેણે હુમલાખોરોને એક લાખ રૂપિયામાં સોપારી આપી હોવાનું બહાર આવ્યુ હતું. જેને હુમલા પહેલા 10 હજાર રૂપિયા પણ ટોકન પેટે હુમલાખોરે આપ્યાનું સામે આવ્યું છે. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં ચોંકવાનારી બાબત છે કે, તમામ આરોપી માત્ર 18 થી 20 વર્ષની ઉમરનાં જ હોવાનું બહાર આવ્યુ છે.  હાલ તો અમરોલી પોલીસએ આ તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે અને સોપારી આપનાર ફરાર બિલ્ડર ગૌતમની શોધ કરી રહી છે.


VS હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતા જ વિવાદ, 'સ્ટાફ આરામ ફરમાવે છે, મેં મારા હાથે મારી સાસુને બાઇપેપ લગાવ્યું'
ઝડપાયેલા આરોપીના નામ ...
1. હાર્દિક સળકલા
2. ધ્રુવ ખુંટ
3. જય ચીત્રોડરા
4. તેજપાલસિંહ ગોહિલ
5. સાગર તાળા
6. રાહુલ નાવડીયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube