સુરતઃ સુરત હવે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. અહીં હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્માની ફેનિલે જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે હત્યાના મામલા નોંધાયા છે, જ્યારે એક શંકાસ્પદ હત્યાની ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધનામાં મહિલાની હત્યા 
ઉધના જે.પી.મીલ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જે.પી.મીલ પાસે આવેલા ખંડેરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉધના પોલીસ મથકના સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


વરાછામાં વૃદ્ધની હત્યા
સુરતના વરાછાના હીરા બજારમાં બે વૃદ્ધ દલાલો ટેબલ મુકવા બાબતે ઝગડ્યા હતા. બંનેએ એકબીજાને ઘારદાર લાકડું માર્યું હતું. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આ ઘટના છે. આપાભાઈને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ ગ્રીષ્માના હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી, બંદોબસ્ત સાથે પોલીસ સ્ટેશન લઈ જવાયો


સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સિવિલ હોસ્પિટલ એક મૃતદેહ લઈ જવાયો હતો. દીકરાનો મૃતદેહ જોઈને પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું છે. મૃતદેહને રિક્ષામાં સિવિલ લઈ આવામાં આવ્યો હતો. પોલીસને આ ઘટના અંગે હત્યાની આશંકા છે. પરંતુ મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી જ સમગ્ર હકીકત સામે આવશે. 


સબ સલામિતના દાવા કરતી પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવું એ રહ્યું સુરતમાં ગુનાખોરીની આ ઘટનાઓ પર કેવી રીતે અંકુશ આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube