Gujarat Police : સુરત શહેરને અનેક ઉપમા મળી છે. ટેક્સટાઈલ સિટી, ડાયમંડ નગરી, સ્માર્ટ સિટી અને છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છ સિટીનું ટાઈટલ પણ મળ્યું છે. ત્યારે હવે સુરતને વધુ એટ ટાઈટલ આપવું પડશે. સુરતમાં વધી રહેલા ક્રાઈમને પગલે સુરત હવે ક્રાઈમ સિટી બન્યું છે. સુરત ગુનાના કાળા રસ્તા પર એવું ધકેલાયું છે કે તે ગુજરાતનું અંડરવર્લ્ડ બન્યું હોય તેવુ લાગે છે. હત્યા, મારામારી, ડ્રગ્સ વગેરે સુરતમાં સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે નસીબની બલીહારી એવી છે કે, સુરત શહેર છેલ્લા કેટલાય સમયથી પોલીસ કમિશનર વગરનું છે, જેને કારણે સુરતમાંથી ખૌફ ગાયબ થયો છે. છેલ્લાં ચાર દિવસમાં સુરતમાં 8 લોકોની હત્યા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હત્યાના બનાવો વધ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં 8 લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. સુરતમાં રહેનારાઓમાં જાણે પોલીસનો ડર જ ન બચ્યો હોય તેમ લોકો બિન્દાસ્ત કાયદો હાથમાં લઈ રહ્યાં છે. જો આ સ્થિતિ કથળશે તો આગામી દિવસોમાં સુરત નગરી ગુનાની નગરી બની શકે છે. ત્યારે સવાલ એ છે કે, સુરત શહેરને ક્યારે નવા પોલીસ કમિશનર મળશે. 


કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જંગ


સુરત શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ જાણએ દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં સુરત શહેરમાં હત્યાની 8 જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત, વરાછા, ખટોદરા, વેસુ, મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. 


આજે વહેલી  સવારે યુવકની હત્યા
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વહેલી સવારે વેસુના આગમ શોપિંગ વોર્ડમાં નાનું પટેલ ઉર્ફે નાનીયાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નનિયો દેશી દારૂનો ધંધો કરતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર : પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી


ગત રોજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં બનેલી હત્યાની આ ઘટનામાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો હતો. જેમાં બંને પ્રેમી અને પ્રેમિકાએ પોતાની વચ્ચે રહેલા પતિનો કાંટો કાઢી નાંખવા હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.  


આજે રાંદેર પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે સાદીક ઉર્ફે મરઘીવાલા મોહંમદ પટેલની ધરપકડ કરી છે. આગઉ આ આરોપી અમરોલી વિસ્તારમાં પકડાઈ ચૂક્યો હતો.


ગોંડલના રસ્તા પર લોહીની નદી વહી, મંદિર જવા નીકળેલા બે જીગરજાન મિત્રોને કાળ ભરખી ગયો