Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર : પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી

Success Story ચેતન પટેલ/સુરત : સફળતા તેને જ મળે જે સાહસ અને હિંમત દાખવે. તમારો આત્મવિશ્વાસ આકાશ કરતા ઉંચો હોય ત્યારે સફળતા ઝખ મારીને તમારી પાસે આવશે. ત્યારે સુરતની વામન કદની વૃંદનીને જોઈને બીમાર માણસ પણ પથારીમાંથી ઉભો થઈ જાય. 2.40 ફૂટનું કદ હોવા છતાં વૃંદની એવા કામ કરે છે જે આશ્ચર્ય પમાડે તેવા છે. 

1/10
image

પીએચડી કરી રહેલી વૃંદની જોઈ દરેક લોકો તેનાથી મોટીવેટ થઈ રહ્યા છે કારણ કે ભલે વૃંદનીની ઊંચાઈ 2.40 ફૂટ હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો છે. વૃંદની માત્ર થ્રી વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે. વૃંદની જ નહીં, પરંતુ તેના પિતાની પણ ઊંચાઈ માત્ર 3 ફૂટ છે. પરંતુ પિતા પુત્રીની આ જોડીએ સાબિત કરી બતાવ્યું છે કે ઊંચાઈ ભલે ટૂંકી હોય પરંતુ આત્મવિશ્વાસ હંમેશા આકાશ કરતા ઊંચો હોવો જોઈએ. બંને એકસાથે કોચિંગ ક્લાસ ચલાવીને કોલેજના વિદ્યાર્થીઓને ભણાવે છે.  

2/10
image

જ્યારે 2.40 ફૂટ ઉંચી વૃંદની પટેલ કાર અથવા તો થ્રી વ્હીલર ચલાવીને પોતાના કોચિંગ ક્લાસ પર પહોંચે છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. આજે તે દરેક માટે રોલ મોડલ છે. ઊંચાઈ ઓછી હોવા છતાં, વૃંદનીએ નવયુગ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થઈ છે. તેના બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી હાલ પીએચડી કરી રહી છે. હાલમાં તે કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે. 

3/10
image

વૃંદની જ નહિ પરંતુ તેમના પિતા પણ માત્ર 3 ફૂટ ઊંચી હાઈટ ધરાવે છે. તેઓએ વૃંદનીએ ક્યારેય તેની ઊંચાઈને કારણે નબળી બનવા દીધી નથી. પિતા પુત્રી વિચારે છે કે, ભગવાને અમને એટલી ઊંચાઈ આપી છે કે તેનાથી અમે અમારા પગ પર ઉભી રહી શક્યા છીએ. તો બીજી તરફ, વૃંદની માને છે કે જો આત્મવિશ્વાસ વધારે હોય તો વ્યક્તિ આકાશને સ્પર્શી શકે છે. અને આ માટે તેમના પિતાએ તેમની મદદ કરી.

4/10
image

વૃંદનીના પિતા કૌશિકભાઈને નાનપણથી જ એક એવી બીમારી હતી જેના કારણે તેઓની ઊંચાઈ ક્યારે વધી શકે નહીં અને આ જ બીમારી વૃંદનીને પણ થઈ હતી. દીકરી પગભર બને આ માટે પિતાએ હંમેશા તેની કાળજી લીધી. પરંતુ મજબૂત બનવા માટે ક્યારે પણ સહારો નહીં આપ્યો. ઊંચાઈ ટૂંકી હોવાના કારણે કઈ મુશ્કેલીઓ થાય છે તે કૌશિકભાઇ જાણતા હતા, તેથી દીકરીને ક્યારે પણ આ સમસ્યા માનસિક રીતે નડે આ માટે તેઓએ હંમેશા તેને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરતા રહ્યા.

5/10
image

વૃંદનીએ જણાવ્યું કે જ્યારે તે શાળામાં ભણતી હતી ત્યારે તકલીફ તેને થતી હતી. કારણ કે અન્ય વિદ્યાર્થીઓ સામાન્ય હતા પરંતુ તેની ઊંચાઈ ટૂંકી હતી. પરંતુ સમય પસાર થતા હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ કે મને આવી જ રીતે જીવન વ્યતિત કરવાનું છે જે માટે મારા પિતાએ મારી ખૂબ જ મદદ કરી. તેઓએ મને હંમેશા કહ્યું કે અમે આવા જ છીએ અને આ પરિસ્થિતિ હોવા છતાં પણ અમે આગળ વધી શકીએ છીએ. 

6/10
image

પહેલા હું મારા પિતા પાસે ભણતી હતી. અને તેમને જોઈને જ ભણાવવાની શરૂઆત કરી આજે હું પીએચડી કરી રહી છું. પોતે કાર ડ્રાઈવ કરું છું અને થ્રી વ્હીલર ચલાઉ છું. હું કોલેજમાં ભણાવવા માગું છું. જેથી લોકો સમજી શકે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકે છે.

7/10
image

વૃંદાના પિતા કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં મારા સિવાય કોઈને આ પ્રકારની સમસ્યા ન હતી. નાનપણથી જ મને ડોક્ટરે જણાવ્યું હતું કે મારી હાઈટ વધશે નહીં. મારી જેમ મારી દીકરીને પણ આ સમસ્યા થઈ હતી. આમ તો હું સહેલાઈથી કોચિંગ ક્લાસની શરૂઆત કરી શક્યો. પરંતુ મને હંમેશા લાગતું હતું કે મારી દીકરી કઈ રીતે જીવન વ્યતિત કરશે. આ માટે હું એમને હંમેશાં માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો. 

8/10
image

પિતા કહે છે કે મારી દીકરી ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ પરિસ્થિતિ એવી હતી કે કોણ મદદ કરશે ? જેથી મેં એને કોમર્સ કરવાનું કહ્યું તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પીએચડી માટે એન્ટ્રેન્સ પણ ક્લિયર કર્યું. મને આનંદ છે કે એમબીબીએસ કરીને નહીં પરંતુ પીએચડી કરીને તે ડોક્ટર બની જશે. દરેક જગ્યાએ હું એને મોકલું છું અને મદદ નથી કરતો. જેથી તે આત્મનિર્ભર બને. કોલેજ હોય કે સરકારી કચેરી તે પોતે એકલી જાય છે અને અમદાવાદથી તેને ખાસ કાર ચલાવવા માટે લાઇસન્સ મળ્યું છે

9/10
image

10/10
image