Surat Loksabha Seat : ગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈને ભાજપે મેળવેલી પહેલી મોટી જીત બની છે. આ એક ઐતિહાસિક જીત બની છે. ભાજપે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું કે, પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન. તો સીઆર પાટીલે ટ્વિટ કરતા લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં બિન હરીફ
દેશમાં ભાજપે ઈતિહાસ રચ્યો
સુરતમાં ભાજપનો ઉમેદવાર બિન હરીફ
ભાજપનો ઉમેદવાર બિન હરીફ થતા ઈતિહાસ સર્જાયો
ભાજપ પહેલી વાર લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિન હરીફ જીતી
અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં 28 સાંસદ બિન હરીફ જીત્યા
સૌથી વધારે જમ્મુ-કાશ્મીરમાં સાંસદ બિન હરીફ જીત્યા


સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ બન્યા


26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યું
સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો છે. દેશમાં ગુજરાત ભાજપે ઈતિહાસ રચી દીધો છે. સુરતમાં ભાજપની બલ્લે-બલ્લે થઈ છે. સુરતમાં ભાજપ સામે કોઈ નહીં ટક્કરમાં નથી. સુરતમાં ભાજપ જ સિકંદર સાબિત થયું છે. સુરતમાં વિપક્ષ ચારેખાને ચિત્ત થયું છે.  


ગધેડીનું દૂધ વેચીને આ ગુજ્જુ યુવક થઈ ગયો લખપતિ, રોકેટની જેમ દોડ્યો બિઝનેસ આઈડિયા


સુરત બેઠક કેમ મહત્વની
ગુજરાતની ડાયમંડ નગરી છે સુરત શહેર
1989થી સુરત લોકસભા બેઠક છે ભાજપ પાસે
ભાજપનો ગઢ ગણવામાં આવે છે સુરત
3 દાયકાથી સુરત લોકસભા બેઠક પર ભાજપ અજેય
સુરતને કહેવામાં આવે છે મિનિ ઈન્ડિયા


ભાજપ વન-વે જીતી જશે! કુંભાણીની ગેમ ઓવર બાદ સુરતમાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા