Surat News પ્રશાંત ઢીવરે/સુરત :સુરત અલથાણ વૉર્ડ નબર 30 મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે. ગત રોજ દીપિકા પટેલે પોતાના જ ઘરમાં દુપટ્ટો વડે આપઘાત કરી લીધો હતો. જોકે, દીપિકા પટેલ આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીનો રોલ ચર્ચાસ્પદ બની રહ્યો છે.  મૃતક દીપિકા પટેલનો ભાઈ હોવાનો દાવો કરનારા કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે આરોપો બાદ પોલીસે ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી અને મોબાઇલ પણ કબજે કર્યો છે. પોલીસે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને whatsapp ચેટની તપાસ આદરી છે. સાથે જ પોલીસે દીપિકા અને ચિરાગનાં મોબાઇલને ફોરેન્સિક લેબમાં પણ મોકલ્યા છે. ત્યારે આખરે બંને વચ્ચે શું રંધાયું હતું તે પણ બહાર આવશે તેવું લાગી રહ્યું છે. આ આપઘાત કેસ બાદ ભીમરાડ કોળી પટેલ સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવા નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ ગ્લોઝ પહેરીને દીપિકાના ઘરે કેમ ગયો હતો
દીપિકાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યાની હકીકત સામે આવી છે. પરંતું હવે આ મામલે એક વળાંક આવ્યો છે. હાલ ચિરાગ સોલંકી અને દીપિકા પટેલના બેન્ક ખાતાની વિગતોના આધારે નાણાંકીય વ્યવહારની તપાસ કરવામા આવી રહી છે. સાથે જ બંને વચ્ચેના મોબાઈલ ફોનમાંથી કોલ ડિટેઇલ અને વોટ્સઅપ ચેટીગનું એનાલિસિસ હાથ ધરાયું છે. સાથે એ પણ સવાલ ઉઠી રહ્યા છે, દીપિકાના મોત બાદ કોર્પોરેટર ચિરાગ બન્ને હાથમાં ગ્લોઝ પહેરીને દીપિકાના ઘરે કેમ ગયો હતો? કોર્પોરેટર ચિરાગ મહિલા નેતા દીપિકાને રોજ 10 થી 15 કોલ કરતો હતો. આ તમામ સવાલો પરથી પડદો ઉઠ્યો નથી. 


અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ખતરનાક અકસ્માત, ટાયર ફાટતા ટકરાયેલી કારના બે કટકા થયા, 3 ના મોત


ચિરાગ સોલંકીની પૂછપરછ
ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત મામલે દીપિકાનો ભાઈ હોવાનું કહેતા કોર્પોરેટર ચિરાગ સોલંકીની સતત ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હાલ સુરત પોલીસ દ્વારા ચિરાગનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ચિરાગના ફોનમાં ભાજપના અનેક નેતાઓ સાથે ચેટીંગ હોવાની વાત સામે આવી છે. સાથે જ દીપિકાના નાણાકીય વ્યવહારો તપાસના વિષય છે. 


રહસ્યમયી છે દીપિકાનું મોત
દીપિકા પટેલનો આપઘાત અનેક સવાલો કરે તેમ છે. તેથી આ મામલે પોલીસે એફ.એસ.એલ ની મદદ લીધી છે. દીપિકાનો મોબાઈલ એફ.એસ.એલ માં મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ દીપિકાના મોત બાદ સૌથી પહેલા ચિરાગ સોલંકીને કેમ ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. એટલું જ નહિ, ચિરાગે તબીબ આકાશને સ્થળ પર બોલાવ્યો હતો. આપઘાત કર્યો તે સમયે ઘરમાં ત્રણેય બાળકો હાજર હતા. આખરે એવુ તો શું રંધાયું હતું. 


દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, બીજી તરફ પરિવારે નિવેદનમાં કોઈ આક્ષેપ કર્યા નથી. પોલીસે CCTV ફૂટેજ અને આરોપોનાં આધારે તપાસ આદરી ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી હતી. 


અંબાલાલની વધુ એક ચિંતાજનક આગાહી! ગુજરાતના આ જિલ્લાઓમાં આજે આવશે વરસાદ