અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ખતરનાક અકસ્માત, ટાયર ફાટતા ટકરાયેલી કારના બે કટકા થયા, 3 ના મોત
Accident News : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બિલોદરા બ્રિજ પાસે થયો કાર અને ટ્રક વચ્ચે ભયંકર મોટો અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી સુરત જતા સમયે ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડ જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ પતરું તોડી મૃતદેહને બહાર કાઢ્યા હતા. બે ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્મતાના કારણે બે કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની વિગત જાણીએ તો, પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાંથી સુરત પરત આવતા સમયે ઘટના બની હતી. રાજસ્થાનથી સુરત જતા સમયે કારનું ફાટતા અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડ જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તો બે ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માતની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત એટલો અરેરાટીભર્યો હતો કે, કારનું પડીકું વળીને બે કટકા થઈ ગયા હતા. એટલું જ નહિ, મૃતદેહો પણ ક્ષતવિક્ષત હાલતમાં પડ્યા હતા.
સ્થાનિકોએ એક કલાકની જહેમત બાદ કારનું પતરૂ તોડી મૃતદેહને બહાર કાઢવા પડે તેવો આ અકસ્માત હતો. મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા હતા.
તો બીજી તરફ, અકસ્માતના કારણે લગભગ બે કલાક સુધી એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિકજામ થયો હતો.
Trending Photos