સુરત : એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને તેના કારણે અર્થવ્યવસ્થાને પારવાર નુકસાન થયું છે, તેવામાં રાજ્યનાં આર્થિક પાટનગર સમાન સુરત શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાંથી અલગ અલગ બહાને અને બોગસ ક્વોટેન પર અલગ અળગ સ્કીમ હેઠળ લોન લઇને સમય પર નહી ભરીને છેતરપિંડી કરી છે. જેમાં બેંક તરફથી ત્રણ તત્કાલિન બેંક મેનેજરો અને મહિલાઓ સહિત 24 આરોપીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 સામાન્ય પ્રવાહમાં બે વિષયની પરીક્ષાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, આ નિયમોનું રાખો ધ્યાન

જેના આધારે સીઆઇડીએ પાંચ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા છે.આ કૌભાંડ 2.27 કરોડ રૂપિયાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આજે જ્યારે સામાન્ય માણસ લોન જોઇતી હોય ત્યારે પરસેવો પડી જતો હોય છે ત્યારે મિલીભગત હોય તેવા મળતીયાઓને બેંક મેનેજરો સરળતાથી લોન આપી દેતા હોય છે. 


પેન્શનર ઘરે બેઠા બેઠા હયાતીની ખરાઇ કરી શકશે, આ વેબસાઇટ પર કરો ક્લિક

આરોપીઓએ મશીનના ખોટા બિલ અને ક્વોટેશન મુકીને લોન ઉપાડી હતી. ત્યાર બાદ તે લોન ચુકવી નહોતી. આ સમગ્ર કૌભાંડમાં બેંક મેનેજરોની પણ મિલીભગત હોવાનું સામે આવ્યું છે. હાલ 2.27 કરોડ રૂપિયાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જો કે વિસ્તૃત તપાસમાં આ હજી પણ મોટુ કૌભાંડ સાબિત થઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર