Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં ગળુ કાપીને હત્યા કરેલી લાશનો પોલીસે ભેદ ઉકેલ ઉકેલો છે. પ્રેમીએ પ્રેમિકા પામવા 50 હજારની સોપારી આપી પ્રેમિકાના પતિની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પાંડેસરા પોલીસે પ્રેમી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરુપતિ ઇન્ડસ્ટ્રીયલ ખાતે ગતરોજ ગળું કાપુ યુવકની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઈને પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોરી આવ્યા હતા. પોલીસને તપાસ કરતા યુવકના ગળા, પીઠ અને હાથના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેને લઇ યુવકની હત્યા કરાયા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. મારનાર યુવક પાસેથી પોલીસને જમવાનું ભરેલું ટિફિન મળી આવ્યું આવ્યું છે. તેની પાસેથી એક સાયકલની ચાવી પણ મળી આવી હતી. અને તે સાયકલ ઘટના સ્થળેથી થોડે જ દૂરથી મળી આવી હતી. પોલીસ આ બધી કડીઓ જોડીને આ મૃતકની ઓળખ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અરબ સાગરની સ્થિતિ જોઈને માછીમારોને પાછા બોલાવાયા


પાંડેસરા પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લુમ્સ ખાતામાં બોબીન ભરવાનું કામ કરતા રામ ખીલાવન કેવટ નામના શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. શખ્સની પૂછપરછ હાથ ધરતા હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસની સફળતા મળી હતી. પુરણ ગુડ્ડુ શાહુની હત્યા આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાગર ખંડવાલ, સંતોષ મહંતી સહિત જીતેન્દ્ર રૂપાલ સાથે મળી કરી હોવાનું સામે આવ્યું હતું. 


પોલીસ તપાસમાં હત્યાનું કારણ બહાર આવ્યું છે કે મૃતકના પત્ની અને આરોપી અજય મૌર્ય વચ્ચે અનૈતિક સંબંધો હતાં. બંનેના પ્રેમ સંબંધમાં પતિ નડતરરૂપ થઈ રહ્યો હતો. પરંતુ બંને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પતિએ આરોપી અજય મૌર્યને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી અજય મૌર્યએ અન્ય આરોપી હરીશંકરને સંગીતાના પતિની હત્યા કરવા 50 હજાર રૂપિયામાં સોપારી આપી હતી. હત્યા કરવા પહેલા આરોપી પ્રેમીએ એડવાન્સ પેટે 22 હજાર રૂપિયા જેટલી રકમ આપી હતી. આરોપી હરિશંકરએ પોતાના અન્ય સાગરીતો રાકેશ, સાગર ખંડવાલ, સંતોષ મહંતી, જીતેન્દ્ર રૂપાલેને રૂપિયાની લાલચ આપી હત્યાકાંડમાં સામેલ કર્યા હતા. બાદમાં પુરણ શાહુની હત્યા માટે હરીશંકરે અન્ય આરોપીઓને 40 હજાર રૂપિયામાં સોપારી આપી હતી.


વલસાડ હાઈવે પર ભડભડ સળગી ખાનગી બસ, 18 મુસાફરોએ ઈમરજન્સી દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો


સોપારી લીધા બાદ આરોપીએ પ્રેમિકાના પતિ પુરણ શાહુ જોડે મિત્રતા કેળવી પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ પાછળ આવેલી અવાવરૂ જગ્યાએ બોલાવ્યો હતો. જ્યાં પુરણને આરોપીઓ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા ની ઘટનાને આપી આરોપીઓ ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે સોપારી આપનાર પ્રેમીને ફોન કરી કામ થઈ ગયું છે.કહી સોપારી ના બાકી નીકળતા પૈસા પણ માંગ્યા હતા.


હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે પ્રેમિકાના પતિની હત્યા કરનાર પ્રેમી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.સાથે પોલીસે પતિની હત્યામાં પત્નીનો પણ કોઈ રોલ છે કે શું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 


ભાઈએ રાખડીની પણ લાજ ના રાખી : સગી બહેનને ધમકી આપીને 20 વર્ષ સુધી પીંખી