વલસાડ હાઈવે પર ભડભડ સળગી ખાનગી બસ, 18 મુસાફરોએ ઈમરજન્સી દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો

Valsad Bus Fire News ઉમેશ પટેલ/વલસાડ : મોડીરાત્રે વલસાડના પારડી નજીક ખાનગી બસમાં લાગી આગ... ટાયર ફાટ્યા બાદ આગ લાગતા બસ બળીને ખાક થઈ... સદનસીબે 18 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો

1/7
image

વલસાડના પારડી તાલુકાના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે 48 પર ચાલતી બસમાં આગ લગતા અફરા તફરી મચી હતી. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટતા આગ લાગી હતી. જોકે આગ લગતા મુસાફારો બસની બારીઓ અને ઇમરજન્સી દરવાજાથી બાહર નીકળી જીવ બચાવ્યો હતો. 18 જેટલાં યાત્રીઓઓનો આબાદ બચાવ થયો. 

2/7
image

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે નંબર 48 પર ચાલતી બસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટતા આગ લાગી હતી.  

3/7
image

જોકે આગ લગતા મુસાફારો બસની બારીઓ અને ઈમરજન્સી દરવાજાથી બાહર નીકળી જીવ બચાવ્યો હતો. આ આગમાં 18 જેટલાં યાત્રીઓઓનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે નેશનલ હાઇવે 48 બંધ કરાયો હતો. જેને પગલે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.

4/7
image

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રેમન્ડ કંપની નજીક ખડકી ઓવરબ્રિજ ઉપર અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. બસમાં આગ લાગતા બસ ચાલે કે સમય સૂચકતા વાપરી બસને રસ્તાની બાજુએ ઉભા રાખી બસમાં બેસેલા 18 મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.

5/7
image

જોત જોતાની સાથે બસ સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયરની ટીમને થતા વલસાડ, પારડી અને વાપી ચાર જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

6/7
image

એક કલાકની ભારે છે બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં બસમાં મુકવામાં આવેલ સામાન અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે નેશનલ હાઇવે 48 બંધ કરાયો હતો. 

7/7
image