બીજે લગ્ન થયા પણ પહેલો પ્રેમ ન વિસરાયો, ત્રણ સંતાનોના પિતાએ પ્રેમિકાના ઘરે જઈને ફાંસો ખાધો
Surat Love Story : સુરતમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો, પ્રેમીએ ફાંસો ખાધો, ડભોલીમાં પ્રેમિકાને બાથરૂમમાં પૂરીને તેના જ બેડરૂમમાં પ્રેમીએ ફાંસો ખાધો
Surat News : જિંદગીમાં ગમે તેવા પ્રેમ હોય, પણ પહેલો પ્રેમ અને બાળપણનો પ્રેમ ક્યારેય ભૂલ્યે ભૂલાતો નથી. બચપનના પ્રેમનો અજીબ કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે. એક યુવકના બીજે લગ્ન થયા હતા, છતાં તે તેની પહેલી પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો. ત્યારે ત્રણ સંતાનના પિતા એવા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને તેને બાથરૂમમાં પૂરી દીધી હતી. બાદમાં તેના જ બેડરૂમમાં ફાંસો ખાધો હતો.
સુરતના આ લવ સ્ટોરીની વિગતો એવી છે કે, સુરતના પુણા વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક રાહુલ હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો હતા. પરંતુ રાહુલ અન્ય યુવતીના પ્રેમમાં હતો. આ પ્રેમ તેનો બાળપણનો પ્રેમ હતો. પરતું તેમના લગ્નમાં પરિવાર આડે આવ્યો હતો. પ્રેમિકાના પરિવારને રાહુલ પસંદ ન હતો. તેથી તેના પરિવારે સહમતી ન આપતા બંને અલગ થયા હતા, અને બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થયા હતા. જોકે, લગ્ન બાદ પણ બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. બંને એકબીજાને મળતા હતા.
ટેસ્લાને લાવવા ત્રણ રાજ્યો વચ્ચે કોમ્પિટીશન, ગુજરાતમાં આવવાના ચાન્સ કેટલા?
ગુરુવારના રોજ બંને વચ્ચે વાત ન કરવાના મામલે ઝગડો ચાલતો હતો. રાહુલે તેની પ્રેમિકાને 50 જેટલા ફોન કર્યા હતા, પરંતુ પ્રેમિકાએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. તેથી ગુસ્સે થયેલા રાહુલે પહેલા તો ‘હું બબાલ કરીશ’ તેવો મેસેજ મોકલ્યો હતો, અને બાદમાં પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. રાહુલ નોકરીથી સીધો ડભોલી રહેતી પ્રેમિકાના ઘરે ગયો હતો.
જ્યાં બંને વચ્ચે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલા રાહુલે તેની પ્રેમિકાને બાથરૂમમાં પૂરી દીધી હતી. જેના બાદ તેણે પોતે બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
થાઈલેન્ડના આઈલેન્ડ જેવા બનશે ગુજરાતના 13 ટાપુ, ગુજરાતનો છુપો ખજાનો હવે દુનિયા જોશે