Surat News ચેતન પટેલ/સુરત : સુરતના ઉન વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના બે બાળકો રમી રહ્યા હતા. આ દરમ્યાન 5 વર્ષીય બહેને લાકડાનો દરવાજો ખેંચતા તે દરવાજો તેના દોઢ વર્ષના તેના ભાઈ પર પડ્યો હતો. જેમાં દોઢ વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના જાંબવાના બલસીંગનો પરિવાર પરિવારનું પેટ ભરવા માટે સુરત આવીને રહે છે. હાલ પતિ-પત્ની બંને સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે રહેતા બલસિંગ કતારા ઉન પાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતા બાંધકામ સ્થળે કામ કરે છે. બલસીંગભાઈ રવિવારે સવારે તેની પત્ની અને પાંચ વર્ષીય પુત્રી પુનમ તથા દોઢ વર્ષીય પુત્ર કાર્તિકને સાથે લઈ ઉનપાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતી બાંધકામ સાઈટ પર ગયા હતા. 


મમ્મી બાળકોને મૂકી અમેરિકા ગઈ ને 7 વર્ષે આવી : બાળકો મળવા નહોતા તૈયાર, સસરાએ સાચવ્યા


બપોરના સમયે બાંધકામ સાઈટ પર બલસીંગ અને તેની પત્ની જમવા બેઠા હતા. તે સમયે પુનમ અને કાર્તિક રમી રહ્યા હતા. દરમિયાન રમતા-રમતા પુનમે બાંધકામ સાઈટ પર મુકેલો લાકડાનો દરવાજો ખેંચ્યો હતો. જે તેણીની સાથે રમી રહેલા તેના ભાઈ કાર્તિક પર પડ્યો હતો. જેથી કાર્તિકના માથા અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી. બીજી તરફ કાર્તિકને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લેસ્બિયન સંબંધની લાલચે ૪ ગર્ભશ્રીમંત મહિલા સેક્સટોર્શનનો શિકાર બની, લાખો ગુમાવ્યા


આજે આગનો બનાવ બન્યો
સુરત શહેરના પાંડેસરા કૈલાશ નગર ચોકડી સ્થિત ગીતા નગર પાસે આર.પી.એસ. નામથી મસાલાની દુકાન આવેલી છે વહેલી સવારે દુકાન બંધ હતી તે સમયે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને વહેલી સવારે ૫.૩૪ મીનીટે કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. 


6 એપ્રિલે સાળંગપુરમાં શું થશે? આ ઘડીની બધા કાગડોળે રાહ જોઈને બેઠા છે, જાણો કેમ