ભારે કરી! લેસ્બિયન સંબંધની લાલચે ૪ ગર્ભશ્રીમંત મહિલા સેક્સટોર્શનનો શિકાર બની, લાખો ગુમાવ્યા
Sextortion In Gujarat : સજાતિય સંબંધની લાલચમાં 4 ગર્ભ શ્રીમંત મહિલાઓ ફસાઈ છે. પોલીસ આ પ્રકારના કેસોમાં વધુ વિગતો બહાર આપતી નથી પણ મહિલાઓ ભરાતાં આ મામલો ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો
Trending Photos
Sextortion Racket In Gujarat : ગુજરાત પોલીસ અને સોશિયલ મીડિયામાં અનેકવાર આ મામલે ચેતવણીઓ અપાઈ હોવા છતાં એકલવાયું જીવન જીવતા કે સંબંધ બનાવવાની લાલચ રાખતા વ્યક્તિઓ ઠગોની ચાલમાં ઝડપાઈ જાય છે અને અંતે લાખો રૂપિયા ગુમાવે છે. આ નવી મોડસ ઓપરેન્ડી નથી પણ સંબંધો બાંધવાની લાલચ એટલી હાવી હોય છે કે લોકો કંઇ પણ વિચારતા નથી અને ઓનલાઈન કપડાં ઉતારી દે છે અને પછી રૂપિયાની ઉઘરાણીનો ખેલ શરૂ થાય છે. તમે કપડાં ઉતારો પહેલાં તમારા વિશે એટલી ડિટેઈલ માહિતી આ ઠગો પાસે હોય છે કે એ વીડિયો ઓન એર ના થાય અને તમારા ઓળખિતા સુધી ના પહોંચે એ માટે તેઓ માગે એટલા રૂપિયા આપવા તૈયાર થાય છે. જે મહિલા કે પુરૂષ એમની વાતોમાં આવવાનું શરૂ કરે એટલે બીજો વ્યક્તિ આ વ્યક્તિની કરમકુંડળી ભેગી કરવા લાગે છે. પોલીસે સેક્શટોર્શેનના નામે ખંડણી ઉઘરાવવાના આ પ્રકારના કેસોમાં ત્વરિત કાર્યવાહીની ખાતરી આપતી હોવા છતાં આબરૂ જવાની બિકે લોકો પોલીસ સુધી પહોંચતા નથી અને લાખો રૂપિયા ગુમાવે છે.
શિકાર બનો તો પહેલા પોલીસ પાસે પહોંચો
આટલેથી પણ નથી અટકતું એ લોકો એટલા રૂપિયાની ઉઘરાણી કરે છે. આખરે પોલીસ સિવાય તમારી પાસે રસ્તો નથી હોતો. તમે પણ આ પ્રકારના સેક્સટોર્શનનો શિકાર બન્યા હો તો પોલીસ પાસે પહોંચો. કારણ કે તમારે રૂપિયા આપવા જ પડશે અને એ માગણીનો સિલસિલો અટકશે નહીં. અહીં પણ આવા જ એક કેસની વિગતો આપી રહ્યા છે. જેમાં પુરૂષો નહીં પણ સજાતિય સંબંધની લાલચમાં 4 ગર્ભ શ્રીમંત મહિલાઓ ફસાઈ છે. પોલીસ આ પ્રકારના કેસોમાં વધુ વિગતો બહાર આપતી નથી પણ મહિલાઓ ભરાતાં આ મામલો ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. વીડિયો કોલમાં નગ્ન થવા દબાણ કરતી અને રેકોર્ડિંગ કરી વાઇરલ કરવાની ધમકી આપતી ગેગેં આ મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા છે.
ચારથી વધુ ગર્ભશ્રીમંત મહિલાઓ સેક્સટોર્શનનો શિકાર
ગુજરાતમાં યુવતી તેમજ પરિણીતાઓને ફસાવીને બ્લેકમેઇલિંગ કરીને પૈસા પડાવતા હોવાનું સેક્સટોર્શન રેકેટ સામે આવ્યું છે. રાજ્યમાં સાઇબર ક્રાઇમમાં એક બે નહી, પરંતુ ચારથી વધુ ગર્ભશ્રીમંત મહિલાઓ સેક્સટોર્શનનો શિકાર બની હોવાની લેખિતમાં જાણ કરી છે. આ મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી આ પ્રકારના કેસોમાં પુરૂષો ફસાતા હતા. કારણ કે યુવતી કપડાં ઉતારી તેમને કપડાં ઉતારવા મજબૂર કરતી હતી અને આખરે આ રેકોર્ડિંગ થતું અને પૈસાની ઉઘરાણી શરૂ થતી હતી. પહેલીવાર 4 ગર્ભશ્રીમંત મહિલાઓ આનો શિકાર બની છે.
ગર્ભશ્રીમંત મહિલોઓને કારણે ગિગોલોનું ચલણ વધ્યું
દેશમાં ગિગોલો પાસે જતી ગર્ભ શ્રીમંત મહિલાઓની હવે તો સામાન્ય બાબત છે. રૂપિયાના ઢગ હોય પણ પતિ પાસેથી સુખ મળતું ન હોય તો મહિલાઓ ગિગોલોને હાયર કરતી હોય છે અને મન ભરીને જીવનનો આનંદ માણતી હોય છે. મોટા શહેરોમાં ગિગોલોનું ચલણ વધ્યું છે. ગુજરાતમાં આ પ્રકારના કેસો હજુ એટલા નથી. આ પ્રકરણમાં વિગતો એવી છે કે, પોશ વિસ્તારમાં રહેતી એક ગર્ભશ્રીમંત મહિલાએ થોડા દિવસો અગાઉ સાઇબર ક્રાઇમમાં લેખિતમાં અરજી આપી હતી. જેમાં ઉલ્લેખ કર્યો કે, ઘણા સમયથી કેટલીક યુવતીઓ મારી પોસ્ટને લાઇક્સ કરે અને સારી કોમેન્ટો કરતી હતી. આથી મને તે વધારે પસંદ હતું. બાદમાં તે યુવતી સાથે વાતચીત થતાં તેની સાથે મિત્રતા થઈ હતી. બાદમાં પર્સનલ વાતચીત શરૂ કરી હતી.
હવે પૈસા પડાવવાનો ખેલ શરૂ થયો
બાદમાં યુવતી સાથે સારા સંબંધો બંધાઈ જતાં તેઓએ એકબીજા સાથે પર્સનલ વાતો શેર કરવાની શરૂઆત કરી હતી. જેમાં આ મહિલાએ એવી વાતો કરી કે યુવતીએ લેસ્બિયન ગ્રૂપની લિંક મોકલી હતી. જેમાં લેસ્બિયન મહિલાઓ જ સામેલ હતી. એથી સંબંધો બનાવવાની લાલચમાં આ મહિલા તે ગ્રૂપમાં એડ થઇ હતી. બાદમાં યુવતી સેક્યુઅલ વાતચીતો કરીને જાતે વીડિયો કોલમાં નગ્ન થઈ હતી બાદમાં યુવતી મહિલાને પણ નગ્ન થવા દબાણ કરતા અંતે તેણે પણ યુવતીના કહ્યા પ્રમાણે તમામ એક્ટિવિટી કરી હતી. આમ મહિલાએ જેવા કપડાં ઉતાર્યા તુરંત જ આ વીડિયોનું રેકોર્ડિંગ કરી લેવાયું હતું. જે બાદ પૈસા પડાવવાનો ખેલ શરૂ થયો હતો. લાખો રૂપિયા પડાવ્યાછતાં યુવતી પૈસાની માંગણીઓ બંધ કરતી ન હતી. અંતે કંટાળીને ગર્ભશ્રીમંત મહિલાએ સાઇબર ક્રાઇમનો સહારો લીધો હતો. જેમાં એક નહીં પણ ગુજરાતની 4 ગર્ભ શ્રીમંત મહિલાઓ ફસાઈ હોવાની હાલમાં બહાર આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે