અમદાવાદ બાદ હવે સુરતમાં ગુરૂવારથી BRTS- City બસ અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ કરાયા બંધ
સુરતમાં વધતા કોરોના કેસને લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ BRTS અને સીટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર BRTS અને સીટી બસ દોડાવામાં આવશે
ઝી મીડિયા/ બ્યૂરો: રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો (Corona) રાફડો ફાટતા સૌથી વધુ કોરોના કેસ (Coronavirus) સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 315 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં (Surat City) કોરોના વિસ્ફોટની સ્થિતિ જોતો એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ અને સીટી બસના તમામ રુટો બંધ કરાયા છે. આ ઉપરાંત શહેરના તમામ ગેમ ઝોન, જીમ, બંધ રાખવાનો આદેશ કર્યો છે.
સુરતમાં વધતા કોરોના કેસને લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ BRTS અને સીટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર BRTS અને સીટી બસ દોડાવામાં આવશે નહીં જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં આવે નહીં. આ ઉપરાંત ગુરૂવારથી શહેરમાં તમામ ગેમ ઝોન, જિમ, સ્પોર્ટ્સ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે. તો બીજી તરફ થિયેટર/ સીનેમાગૃહ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- અમદાવાદમાં ગુરૂવારથી AMTS-BRTS અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ કરાયા બંધ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના (Coronavirus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 કોરોના કેસ નોંધાયા છે. તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં આજે કુલ ત્રણ કોરોના દર્દીઓના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,71,433 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube