અમદાવાદમાં ગુરૂવારથી AMTS-BRTS અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ કરાયા બંધ

અમદાવાદમાં સતત વધતા કોરોના કેસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ અંતર્ગત આવતા તમામ પાર્ક પણ બંધ કરવાનો AMC એ આદેશ કર્યો છે

અમદાવાદમાં ગુરૂવારથી AMTS-BRTS અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ કરાયા બંધ

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદમાં સતત વધતા કોરોના કેસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ અંતર્ગત આવતા તમામ પાર્ક પણ બંધ કરવાનો AMC એ આદેશ કર્યો છે અને નવો આદેશ ન થયા ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આજે કોરોના કેસની સંખ્યા 270 ને પાર કરી ગઈ છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના કેસને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે એટલે કે, 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં પાર્ક્સ ગાર્ડન બાદ હવે રિવરફ્રન્ટ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ અંતર્ગત આવતા તમામ પાર્ક પણ બંધ કરવાનો આદેશ કર્યો છે. રિવરફ્રન્ટની બન્ને તરફના લોઅર પ્રોમીનાડ પણ વોકિંગ અને સાયકલિંગ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતીકાલથી શહેરમાં તમામ જિમ, સ્પોર્ટ્સ ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ બંધ રાખવાનો આદેશ કરાયો છે. પ્રાઇવેટ અને સરકારી તમામ જિમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ (gujarat corona update) મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ 18 માર્ચથી શહેરના તમામ પાર્ક અને ગાર્ડનના દરવાજા ફરીથી સ્થાનિકો માટે બંધ કરવામાં આવનાર છે. તો સાથે જ કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના amc દ્વારા આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાયરસ સક્રિય થઈ ગયા છે.

ગુજરાતના મહાનગરોમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરૂ કરી છે. જેમાં ગઈકાલે સુરતમાં પણ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સિટી બસ સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. તો સાથે જ સુરતના બાગ-બગીચાઓને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news