ગુજરાતનું ગૌરવ : સુરતમાં બન્યું દેશનુ પહેલુ ઓક્શન હાઉસ, થશે હીરાની હરાજી
દેશનું સૌથી પ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઈ ગયુ છે. જોકે, તેનુ ગૌરવ પણ ગુજરાતને મળે તેવુ છે. કારણ કે, દેશનુ પહેલુ ઓક્શન હાઉસ સુરત (Surat) શહેરમાં બન્યુ છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન હાઉસ (Auction house) નુ એક દિવસનું ભાડુ જ એક લાખ રૂપિયા છે. 16 ઓગસ્ટના રોજ આ ઓક્શન હાઉસનું ઉદઘાટન થવાનું છે.
ચેતન પટેલ/સુરત :દેશનું સૌથી પ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઈ ગયુ છે. જોકે, તેનુ ગૌરવ પણ ગુજરાતને મળે તેવુ છે. કારણ કે, દેશનુ પહેલુ ઓક્શન હાઉસ સુરત (Surat) શહેરમાં બન્યુ છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન હાઉસ (Auction house) નુ એક દિવસનું ભાડુ જ એક લાખ રૂપિયા છે. 16 ઓગસ્ટના રોજ આ ઓક્શન હાઉસનું ઉદઘાટન થવાનું છે.
આ ઓક્શન હાઉસ સુરતના જીજેઈપીસી દ્વારા વેસુ વિસ્તારના ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઓક્શન હાઉસમાં ડાયમંડ (diamonds) ની હરાજી થશે. જેમાં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. દેશના પહેલા ઓક્શન હાઉસનું પહેલુ બુકિંગ 18 ઓગસ્ટના રોજ થઈ ચૂક્યુ છે. જેથી ઉદઘાટનના એક દિવસ બાદથી જ તે કાર્યરત થઈ જશે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલનું વિચિત્ર ફરમાન : લીલા નારિયેળ લઈને વોર્ડમાં આવવુ નહિ
ઓક્શન હાઉસની ખાસિયત
- એક દિવસનું ભાડુ 1 લાખ રૂપિયા
- 4 કરોડના ખર્ચે બનાવાયું
- ઓક્શ હાઉસ 2200 સ્ક્વેરફૂટમાં નિર્માણ પામ્યું
- તેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસ, નવરત્ન ગેલેરી, સેઈફ ડિપોઝીટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા
- સરકારની ગાઈડલાઈન મુજબ તેનુ બાંધકામ કરાયુ છે
આ ઓક્શન હાઉસ તૈયાર થઈ જવાથી અનેક વેપારીઓ તેનો ફાયદો લઈ શકશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જ્વેલરીના વેપારીઓ માટે પણ ઓક્શન હાઉસ ઉપયોગી બની રહેશે. હીરા વેપાર સાથે સંકળાયેલ કોઈ પણ વેપારી માટે આ ઓક્શન હાઉસ વેપાર કરવાનું મહત્વનું સ્થળ બની રહેશે.
આ પણ વાંચો : રેલવેમાં રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આવ્યા રાહતના સમાચાર