રેલવેમાં રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આવ્યા રાહતના સમાચાર
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ :કોરોનાનો કહેર ઓછો થતા જનજીવન ફરીથી ધબકતુ થયુ છે. ત્યારે રેલવે પણ પાટા પર આવી ગઈ છે. ધીરે ધીરે નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેથી મુસાફરોને ફાયદો થાય. અસુરક્ષિત ટ્રેનો માટે લોકોની અપેક્ષિત માંગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા દૈનિક મુસાફરોની સુવિધા માટે 14 અનરિઝર્વ્ડ ટ્રેનો (trains) શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો લોકોની મુસાફરીને વધુ સરળ બનાવશે. ત્યારે જ વેસ્ટર્ન રેલવે દ્વારા એવુ પણ કહેવાયુ છે કે, કોવિડ મહામારી હોવાથી યોગ્ય વર્તન સાથે એકદમ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરો.
રોજ અપડાઉન કરતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલવે 14 અનરીઝર્વ્ડ ટ્રેન ચાલુ કરી રહ્યું છે. સુરતના સાંસદ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી. લોકોની લાંબા સમયથી માંગ હતી કે રોજ મુસાફરી કરતા લોકો માટે અનરીઝર્વ્ડ ડેઈલી ટ્રેન શરૂ કરવામાં આવે. જેને માન આપીને ગુજરાતના અલગ-અલગ રૂટ પર ડેમુ, મેમુ સહિતની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે..16 થી 18 ઑગસ્ટ વચ્ચે તમામ ટ્રેન શરૂ થઈ જશે.
આ ટ્રેન ફરીથી શરૂ કરાશે
- રાજકોટ - સોમનાથ પેસેન્જર સ્પે. ટ્રેન (ડેઈલી)
- પોરબંદર - કાનાલુસ પેસેન્જર સ્પે. ટ્રેન (ડેઈલી)
- આણંદ-ગોધરા MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- સુરત - વડોદરા MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- વડોદરા - ભરૂચ MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- ભરૂચ - સુરત MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- સુરત - સજન MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- વિરાર-સજન MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
- સુરત - નંદુરબાર MEMU સ્પે.ટ્રેન (ડેઈલી)
સાથે જ કોરોનાનું જોર ઘટતા રેલવે દ્વારા ધીરે ધીરે તમામ ટ્રેનો ખુલ્લી મૂકવામાં આવી રહી છે. જેનો સીધો ફાયદો મુસાફરોને થશે. સુરત-વડોદરા, સુરત -સંજાણ અને ઉધના-પાલધી મેમુ સહિતની અનારક્ષિત ટ્રેનો 16 ઓગસ્ટથી ફરી શરૂ કરશે. 18 ઓગસ્ટ સુધીમાં અન્ય મેમુ ટ્રેનો પણ દોડતી થઈ જશે. જેનો સીધો ફાયદો 25 હજાર લોકોને થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે