ભાજપના ખેસવાળી કારે અકસ્માત કર્યો, તણખા ઝર્યાં તોય ન રોકાયો કારચાલક
Car Accident : કારચાલકે 7 કિમી સુધી બુલેટને ઢસડ્યું, ભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું, સુરતના પલસાણા રોડ પર બુલેટ ઢસડાતાં તણખા ઊડ્યા; બુલેટ ચાલકનો આબાદ બચાવ
Surat News : સુરતના પલસાણાના જોળવા ખાતે 21 તારીખે થયેલા અકસ્માતનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં એક કાર ચાલક અકસ્માત બાદ બાઇકને 7 કિલોમીટર ઢસડી ગયો હતો. પલસાણાના જોળવાથી છેક કામરેજના ઉંભેળ સુધી બાઈક ઢસડી ગયો હતો. ત્યાર એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો. જોકે, અકસ્માત થતા બાઈક ચાલક નીચે સાઈડમાં પડી ગયો હોવાથી બચાવ થયો હતો. જોકે, કારચાલકની ગાડીમાં ભાજપનો ખેસ મળી આવ્યો છે. ત્યાર આ કાર કોઈ ભાજપના નેતા અથવા કાર્યકર્તાની હોવાની આશંકા છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત તારીખ 21 જૂનના રોજ બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકે પલસાણાના જોળવાથી 7 કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી બુલેટ ઢસડીને ગયો હતો. બ્રેઝા કારે બુલેટને ઢસડતાં રોડ પર તણખા ઊડ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી કોલેરા મહામારી : ઉપલેટામાં પાંચ બાળકોના મોતથી હાહાકાર
બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હોવાની માહિતી મળી છે. જોકે, સમગ્ર મામલે બંને પક્ષે તરફ થી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. બંને પક્ષનું રાત્રે જ સમાધાન થયું હોવાની ચર્ચા છે.
વાયરલ વીડિયોમાં કારના ડેસ્ક બોર્ડ પર ભાજપનો ખેસ પણ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. કાર કોઈ ભાજપના નેતા અથવા તો કાર્યકરની હોવાની આશંકા છે.