Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં રસ્તા પરથી જઈ રહેલા ડમ્પરની નીચે અચાનક આવીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.ત્યારે આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા તિરુપતિ સર્કલથી અલથાણ તરફ જતા રોડ પર એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ડમ્પર રોડની સાઈડથી યુ ટર્ન લઈને આવી રહ્યું હતું, તે દરમ્યાન રસ્તાની સાઈડ પર ચાલતા જઈ રહેલા યુવક અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો. ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળ મોત નિપજ્યું હતું. યુવકે ડમ્પર સામે કૂદીને આપઘાત કરતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી.


ઐતિહાસિક ઘટના : આઝાદી પછી પહેલીવાર કોઈ જૈન મુનિ પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા


બાબા બાગેશ્વરના દરબારમાં જવા પાસ શોધી રહ્યા છો, તો આ અંગે આવ્યા મોટા અપડેટ


આપઘાતની આ સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યું હતું કે પાંડેસરાના તિરૂપતી સર્કલથી અલથાણ તરફ જતા રોડ પર ડમ્પર નં. GJ.21 V 4505 કંસ્ટ્રક્શન સાઇટ પરથી નીકળી બાજુના રોડ પરથી યુ.ટર્ન મારી ધીમી ગતિએ નીકળી રહ્યો હતો. આ દરમિયાન તે વખતે અજાણ્યો વ્યક્તિ અચાનક જ ડમ્પરને જોઈને ડમ્પર તરફ દોડી આવ્યો હતો અને ડમ્પરની નીચે પડતું મૂકી દીધું હતું. ડમ્પર ચાલક કાંઈ વિચારે તે પહેલા જ યુવકના શરીર પરથી ડમ્પર પસાર થઈ ગયું હતું. હાલ તો સમગ્ર મામલે પાંડેસર પોલીસી અકસ્માતનો ગુનો નોંધી મૂર્તક યુવક કોણ છે અને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


આ CCTV જોઈ હચમચી જશો, જુઓ પિતાએ કેવા નિર્દયી થઈ દીકરીની મટન કાપવાના છરાથી હત્યા કરી


શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો