કિરણસિંહ ગોહિલ/સુરત: સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે કોસંબા બ્રિજ પર ઉભેલ ટ્રક પાછળ કેમિકલ ભરેલું ટેન્કર ધમાકા સાથે ભટકતા ટ્રક અને ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે આગ એટલી ભીષણ હતી કે, ફાયરની ગાડી આવે ત્યાં સુધીમાં ટેન્કર ચાલાક અને ક્લીનર બળીને ખાખ થઇ ગયા હતા. આગના પગલે નેશનલ હાઇવે પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોસંબા,પાનોલી અને આઈ.આર.બીની ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર એક એવો અકસ્માત સર્જાયો જેને જોઈને રુવાડા ઉભા થઇ જાય. સુરતથી અમદાવાદ તરફ જવાના માર્ગ પર કોસંબા બ્રિજ પર ટ્રકમાં પંચર પડ્યું હતું. અને રસ્તામાં આડસ મૂકી ટ્રક ચાલાક જેક લગાવી રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ કેમિકલ ભરેલ ટેન્કર ચાલકે ઉભેલી ટ્રક પાછળ જોરદાર અકસ્માત કર્યો હતો. જેમાં બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી.


કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 8 પ્રવાસી ફસાયા


ટ્રક ચાલકનો બચાવ થયો હતો જયારે ટેન્કર ચાલાક અને ક્લીનર ટેન્કરમાંથી નીકળી શક્યા નોહતા અને બંને બળીને ખાખ થઇ ગયા હતા. કોસંબા પોલીસની વાત માનીએતો ડ્રાયવરની સળગી ગયેલી બોડી કેબિનમાંથી મળી છે. જયારે ક્લીનરના કોઈ અંગો મળ્યા નથી એટલે કોસંબા પોલીસે એફ.એ.સેલ ની મદદ લીધી છે શું ક્લીનર બળીને ખાખ થઇ ગયો છે કે પછી માત્ર ડ્રાયવર સવાર હતો. હાલતો એફ.એ.સેલ ની તપાસ બાદ જ ખબર પડશે કે આગમાં એકની વ્યક્તિનું મોત થયું છે કે બે વ્યક્તિનુ.


કચ્છ: ટ્રકમાં તોડફોડ કરવા મામલે અબડાસાના MLAના પુત્ર સહિત 12ની ધરપકડ


નેશનલ હાઇવે 48 સિયાલજ પાટિયાથી ધામરોડ સુધીનો માર્ગ અકસ્માત માટે બદનામ છે. અને અકસ્માતનું કારણ હાઇવે પર ઉભેલા વાહનો પાછળ અન્ય વાહનો ભટકાય અને મોટી જાનહાની સર્જાય છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોના મોત થઇ ગયા છે. તંત્ર દ્વારા આ અંગે નેશનલ હાઇવે 48 પર સૌથી વધારે વાહનના અકસ્માત સર્જાય છે.


જુઓ Live TV:-