કચ્છ: ટ્રકમાં તોડફોડ કરવા મામલે અબડાસાના MLAના પુત્ર સહિત 12ની ધરપકડ

અબડાસાના કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજા પુત્રએ દાદાગીરી કરી હોવાનો આરોપ સામે આવ્યો છે. હાજીપીર નજીક આવેલ આર્ચિયન કંપનીમાં 6 જેટલા ટ્રકોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાજીપીર ફાટકથી દેશલપર ગુંતલી જતા રોડ પર પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તંબુ પાસે આ બનાવ બન્યો હતો

કચ્છ: ટ્રકમાં તોડફોડ કરવા મામલે અબડાસાના MLAના પુત્ર સહિત 12ની ધરપકડ

રાજેન્દ્ર ઠાકર, કચ્છ: હાજીપીર નજીક આવેલી આર્ચિયન કંપનીના 6 ટ્રકોને રોડ પર થોભાવી તેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવાના કેસમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત 12 આરોપીની નખત્રાણા પોલીસે ધરપકડ કરી છે. ધારાસભ્યના પુત્ર પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજા સહિત 12 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અબડાસાના કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજા પુત્રએ દાદાગીરી કરી હોવાનો આરોપ સામે આવ્યો છે. હાજીપીર નજીક આવેલ આર્ચિયન કંપનીમાં 6 જેટલા ટ્રકોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાજીપીર ફાટકથી દેશલપર ગુંતલી જતા રોડ પર પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તંબુ પાસે આ બનાવ બન્યો હતો. હાજીપીરમાં બ્રોમાઈન અને સૉલ્ટનું ઉત્પાદન કરતી આર્ચિયન કેમિકલ કંપનીએ મીઠાનું પરિવહન કરવા માટે કંપનીની માલિકીના 6 ટ્રકો ખરીદ્યા હતા.

કંપની હવે સ્થાનિક ટ્રક માલિકોને કામ-ધંધો નહીં આપે તે બાબતનું મનદુઃખ રાખી ટ્રક એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ અને તેના સાગરિતોએ ટ્રકોમાં ધોકા-લાકડીઓથી આગલા કાચ અને હેડલાઈટ, બેકલાઈટ વગેરેમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, બે ટ્રકોને આગળ-પાછળ ચલાવી એકમેક સાથે ટકરાવી નુકસાન કર્યું હતું. સમગ્ર મામલે ધારાસભ્યના પુત્ર અને પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોએસિયન પ્રમુખ અર્જુન સિંહ જાડેજા સહીતના ટોળા સામે ફરિયાદ નોધવામાં આવી હતી.

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નખત્રાણા પોલીસે ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ સિંહ જાડેજા સહીત 12 આરોપીની ધરપકડ કરી છે. નખત્રાણા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધારાસભ્યના પુત્ર ધરપકડ થતા મોટી સખ્યામાં લોકો નખત્રાણા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. ધારાસભ્યના પુત્ર તેમજ ટ્રાન્સપોર્ટ એસોએસિયન સભ્યો ધરપકડ થતા પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોએસિયન ફરિયાદ ખોટી હોવાનો આરોપ કર્યો છે.

ધારાસભ્ય તેમજ પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોએસિયન તોડવા માટે ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો ટ્રાન્સપોર્ટ એસોએસિયન ખુલાસો કર્યો છે. તો કચ્છમાં સ્થાપિત ઉદ્યોગ માટે આવતી કંપનીઓ સ્થાનિકને રોજગારી આપતી ન હોવાનો મુન્દ્રા વ્યવસાય માલિકોના મંડળે પણ આજે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશનને ટેકો જાહેર કરતાં કહ્યું હતું કે કચ્છમાંથી કમાતી કંપનીઓ કચ્છના લોકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા કરે છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news