ચેતન પટેલ, સુરતઃ સુરતમાં એક 7 દિવસના બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં સાત દિવસું બાળક મળી આવ્યું છે. એક ખેતરમાં બાળકને પડેલું જોઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો બાળકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે શરૂ કરી તપાસ
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલી-સણીયા રોડ પર આવેલા એક ખેતરમાં કોઈ જનેતા પોતાના 7 દિવસના બાળકને ત્યજીને જતી રહી હશે. ત્યારે ત્યાં કામ કરતી મજૂર મહિલાઓની નજર આ બાળક પર પડી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અહીં પહોંચીને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યુ છે. ડિંડોલી-સણીયા રોડ પરથી મળેલા બાળકની નાળમાં ક્લેપ છે. હાલ તો પોલીસે કોણ આ બાળકને મુકી ગયું છે અને બાળક કોનું છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube