Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક 4 વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનુ એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો. ત્યારે અકસ્માતમાં કપાયેલા બાળકના હાથને તબીબોએ ફરી જોડ્યો છે. સુરતમાં 4 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં 5 કલાકની જટિલ સર્જરી બાદ ડોક્ટરોને હાથ જોડવામાં સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 3 જાન્યુઆરીના બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક બાળકને ઓપરેશનમાં લઈને સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી. બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતાં હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે.


જામનગરના ઈતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સિંહણ આવી, જંગલ ખાતાએ ઘટનાને અદભૂત ગણાવી


સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક 6 વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનું એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો. 


મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ અને છ દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ગત 3 જાન્યુઆરીના રોજ ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઇ ગયો હતો. જ્યારે શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.


ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યા હતા. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પાંચ કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો.


આ આગાહી તો કન્ફ્યૂઝ કરે તેવી : વરસાદ આવશે કે કડકડતી ઠંડી તે જ સમજાતું નથી