જામનગરના ઈતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સિંહણ આવી, જંગલ ખાતાએ ઘટનાને અદભૂત ગણાવી

Gir Forest Lions : જામનગરના સડોદર ગામે ફૂલનાથ મહાદેવના મંદિરે સિંહણે પાવન પગલાં કર્યા... વન વિભાગ દ્વારા દીપડાના સમાચાર મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી... પાંજરું મૂક્યા બાદ કેમેરામાં તપાસ કરતા સિંહણ હોવાનું સામે આવ્યું... જામનગર, જામજોધપુર, લાલપુર સહિતની વન વિભાગોની ટીમ સિંહણને શોધવા જંગલમાં કવાયત હાથ ધરી... હાલ એક સિંહણ હોવાની વાત સામે આવી રહી છે અન્ય વધુ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.. વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રાજન જાદવે સિંહણ હોવાની પુષ્ટિ કરી
 

જામનગરના ઈતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સિંહણ આવી, જંગલ ખાતાએ ઘટનાને અદભૂત ગણાવી

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF આર. ધનપાલ અને RFO રાજન જાદવ સહિતની ટીમે સિંહણના આગમનની વાતને સમર્થન આપ્યું છે. જામજોધપુરના સડોદર નજીક સિંહણ આવી હોવાની ઘટનાને જંગલ ખાતાએ અભુતપુર્વ ગણાવ્યું. હજુ પણ આજ રાત અથવા આવતીકાલે રાત્રી રોકાણ કરી સિંહણને શોધવામાં આવશે. 

જામનગરમાં રાજાશાહી બાદ દોઢસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જામજોધપુરના સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા ભારે ઉત્તેજના ફેલાઇ છે, જંગલ ખાતા દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે, ધીમે ધીમે જંગલના રાજા તરફથી પોતાનો વિસ્તાર વધારવામાં આવી રહયો હોવાના સંકેત પણ મળ્યા છે.

જામનગર પંથકમાં ગઇકાલથી એવી ચર્ચા ચાલતી હતી કે સડોદર અને ત્યારબાદ ધુનધોરાજી વિસ્તારમાં દિપડો ઘુસી આવ્યો છે, આ સબંધે ફોરેસ્ટની ટીમ દ્વારા તાત્કાલીક પાંજરુ મુકીને દીપડાને કેદ કરવા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, આ દરમ્યાન એક કેમેરામાં જયારે ઉપરોકત વિસ્તારમાં આંટાફેરા કરી રહેલ પ્રાણી જોવા મળ્યુ હતું ત્યારે જંગલ ખાતાના અધિકારીઓની આંખો ચાર થઇ ગઇ હતી, કારણ કે આ દિપડો નહીં પરંતુ સિંહણ હોવાનું જાણવા મળ્યુ હતું.

હાલ જામનગર ગ્રામ્ય પંથકમાં જે સિંહણ કેમેરામાં કેદ થઇ છે તે સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં જોવા મળી છે, હાલમાં પણ ત્યાં સિંહણનો મુકામ છે અને સિંહણની સાથે જંગલના રાજા કે પછી તેના કોઇ શ્રાવકો સાથે આવ્યા છે કેમ તેની ખરાઇ કરવામાં આવી રહી છે.

વન વિભાગના DCF આર. ધનપાલ અને RFO રાજન જાદવ સાથે જામનગર ઝી ૨૪ કલાકના પ્રતિનિધિ મુસ્તાક દલ દ્વારા વાતચીત કરવામાં આવતા એમણે કહયું હતું કે પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે ફુલનાથ મહાદેવ મંદિરના વીડી વિસ્તાર સુધી સિંહણ આવી છે.

વન વિભાગના અધિકારીએ કહયું હતું કે માત્ર ફુટ પ્રિન્ટ જ નહીં પરંતુ કેમેરામાં પણ સ્પષ્ટ રીતે સિંહણ જોવા મળી છે. હાલમાં આ બાબતે વધુ પેનીક ફેલાય નહીં અને સિંહણને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટે નહીં એ બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે, આ ઘટનાને ઐતિહાસીક માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news