ચેતન પટેલ/સુરત :સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. રોજના અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના દર્દીઓ અહીં સાજા થવાની આશા સાથે આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં તેમને આપવા માટે પૂરતી દવાઓ જ નથી. છેલ્લા કેટલાક સમયથી સિવિલમાં મહત્વની 15 જેટલી દવાઓની અછત છે. એક-બે દવા હોય તો સમજીએ, પણ હાલ વાયરલના વાયરા વચ્ચે ઈન્ફેક્શન જેવી મહત્વની દવાઓ પણ હોસ્પિટલના સ્ટોકમાં નથી. આ કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. તેઓને ખાનગી મેડિકલ સ્ટોર તરફ જવુ પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલની સમકક્ષ બનાવવાની વાત સરકાર કરે છે. પણ નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં કેટલીક મહત્વની દવાની અછતને લીધે દર્દીઓની હાલત કફોડી બની છે. નવાઈની વાત તો એ છે કે કોરોના સામે રક્ષણ આપતા માસ્ક અને હેન્ડ ગ્લોઝની પણ અછત વર્તાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ પણ વાંચો : ગુજરાતી ખેડૂતનો દેશી જુગાડ, વરસાદી પાણીને સાચવીને આખુ વર્ષ તેનાથી કરે છે ખેતી


સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે. પણ ગરીબોની મનાતી સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી મહત્વની 15 જેટલી દવાની અછત છે. સુરતમાં વરસાદ વરસી રહ્યો હોવાથી વાયરલ ઇન્ફેક્શનમાં ઝપેટમાં આવતા વધુ દર્દીઓ સારવાર માટે સિવિલમાં આવી રહ્યા છે, તેવા સમયે વાયરલ ઈન્ફેક્શન માટે ઉપયોગી અમુક એન્ટ્રીબાયોટિક દવાની અછત છે. મહત્વની વાત તો એ છે કે સુરત શહેરમાં ચોથી લહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવી પરિસ્થિતિમાં કોરોનાના સામે રક્ષણ આપે તે માસ્ક આને હેન્ડ ગ્લોઝનો પણ જોઈએ એટલા પ્રમાણમાં સ્ટોક સિવિલમાં નથી. 


આ પણ વાંચો : તમારી ગાડી કે મોબાઈલ ચોરાય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે,  e-FIR થી થઈ જશે કામ


સામાન્ય રીતે ડોક્ટર જ્યારે પણ કોઈ દર્દીની તપાસ કરે છે. ત્યારે માસ્ક અને હેન્ડ ગ્લોઝ પહેરતા હોય છે. કોરોના કાળમાં માસ્ક અને હેન્ડ ગ્લોઝની ડિમાન્ડમાં વધારો થયો છે. ત્યારે તેવી પરિસ્થિતિમાં જુદી જુદી સાઈઝના ગ્લોઝની અને માસ્ક પૂરતા પ્રમાણમાં સ્ટોક ન હોવાની સુત્રોએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ગરીબ દર્દીઓને બહારના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત ઊભી થઈ છે. 


આ વિશએ સિવિલના સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુલાસો આપતા કહ્યું કે, જરૂરી દવાઓ સ્ટોક અને જુદી જુદી સાઈઝના હેન્ડ ગ્લોવ્ઝ તથા માસ્કની છત અંગે ગાંધીનગર ખાતે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડને પૂરતો સ્ટોક આપવા જાણ કરાી છે. જોકે ઈમર્જન્સીના કિસ્સામાં બહારતી દવા લાવીને દર્દીને અપાી રહી છે.