સુરત: કોરોના (Coronavirus) ના કપરા સમયે જીવની પરવા કર્યા વિના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા નવી સિવિલના તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફગણ જીવસ્ટોસટની બાજી ખેલી કોરોના દર્દીઓના જીવ બચાવવા ખડેપગે કાર્ય કરી રહ્યા છે, પોતે કોરોનાગ્રસ્ત બનવા છતાં સિવિલના તબીબો ફરજને પ્રાધાન્ય આપવાનું ચૂકતા નથી. નવી સિવિલના મેડિસીનમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતા ૨૬ વર્ષીય રેસિડેન્ટ ડો.નેહા વર્મા દર્દીઓની સેવા કરતાં કરતાં કોરોના સંક્રમિત થયાં, પરંતુ માત્ર ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરી એકવાર ફરજ પર જોડાઈ ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રયાગરાજના વતની ડો.નેહા (Neha) પરિવારથી દૂર રહી સુરત સિવિલમાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, 'તા.૫મી એપ્રિલે મને શરીરમાં સામાન્ય નબળાઈ સાથે તાવ અને માથાનો દુઃખાવો શરૂ થયો હતો. જેથી રિપોર્ટ કરાવતાં પોઝિટીવ આવ્યો. જેથી નવી સિવિલ (New Civil) માં સારવાર માટે દાખલ થઈ. ઓક્સિજન લેવલ નોર્મલ હતું, ચાર દિવસમાં જ રિકવરી જણાઈ, જેથી સારવાર કરતાં તબીબોએ આઈસોલેશનમાં રહી સારવાર લેવા જણાવ્યું.

કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત


જેથી શ્વાસ લેવામાં કે અન્ય કોઈ સમસ્યા ન હોવાથી ૦૬ દિવસ આઈસોલેટ થઈને સારવાર મેળવી. કુલ ૧૦ દિવસની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ અને રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો. જેથી ફરીવાર તા.૧૬મી એપ્રિલે ફરજ પર હાજર થઈ છું. તેઓ જણાવે છે કે, હું ગયા જુલાઈ-૨૦૨૦માં પણ કોરોના સંક્રમિત થઈ હતી. 


પરિવાર દૂર છે, પણ સિવિલના સ્ટાફ અને દર્દીઓને મારો પરિવાર માનું છું. સારવાર લઇ રહેલા તમામ પેશન્ટોને સ્વસ્થ કરવાનો સંકલ્પ કર્યો છે. સુરત (Surat) કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી ફરજને પ્રાધાન્ય આપીશ. પરિવાર પણ કોરોના દર્દીને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘરના સભ્યો હિંમતથી કામ કરવા અમારો ઉત્સાહ વધારે છે એમ ડો.નેહા જણાવે છે.

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૦ બેડ ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરશે


ડો. નેહા (Neha) કહે છે કે, પોઝિટીવ આવો ત્યારે પોઝિટીવ અભિગમ રાખીશું તો ઝડપથી સ્વસ્થ થઈ શકાય છે. આપણું મનોબળ ગમે તેટલો ગંભીર રોગ હોય તેની સામે લડવાની તાકાત આપે છે. માસ્ક પહેરીને જ ખુલ્લામાં જવું જોઈએ. સરકારના દિશાનિર્દેશનું પાલન કરવું એક સભ્ય નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે. ડો.નેહા જેવા અનેક ડોકટરો (Doctor), આરોગ્ય સ્ટાફ પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરીને દેશસેવા કરી રહ્યાં છે, એમને બિરદાવવા જ રહ્યાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube