સુરતની હાલત વધુ સીરિયસ, ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યાં છે લોકો
Surat Pandemic Spread : સુરતમાં રોગચાળો ફાટ્યો છે, જેનો પુરાવો દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો છે... લેટેસ્ટ અપડેટ અનુસાર, સુરતમાં રોગચાળાથી અત્યાર સુધી 9 લોકોના મોત નિપજ્યા છે, તો અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે
Surat News : સ્વચ્છતાનું બિરુદ મેળવનારા સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે જ સુરતમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. 25 વર્ષીય આત્માભાઈને શનિવારે ઉલટી થઇ હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું.
સુરતમાં રોગચાળાના પાછલા બે સપ્તાહની માહિતી
- ઝાડા ઉલટીના 109 અને 102 કેસ
- ટાઈફોડના 14 અને 11 કેસ
- મેલેરિયાના 47 અને 37 કેસ
- ડેન્ગ્યુના 25 અને 28 કેસ
સુરતની હાલત વધુ સીરિયસ
સુરતમાં રોગચાળો ફાટ્યો છે. વહેલી સવારથી જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા દર્દીઓ મજબુર બન્યા છે. સ્વચ્છ સિટીનું બિરુદ મેળવનારા સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમા ધરખમ વધારો થયો છે. જેમાં નાના બાળકોમાં કેસ વધારે છે. બે મહિનામાં તાવના શંકાસ્પદ 16 હજાર કેસ નોંધાયા છે. માત્ર ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે.
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહી
- ઓગસ્ટમાં 26 લાખ ઘરોમાં સર્વે કરાયો, જેમાં 66000 ઘરોમાં બ્રિડીગ મળી આવ્યા
- સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરાયો, જેમાં 4500 જગ્યાએ બ્રિડિગ મળી આવ્યા
સુરતમાં બે મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 9 હજાર લોકોને બ્રિડીગ મળતા નોટિસ આપવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે. ઝોલાછાપ તબિયતથી દૂર રહેવા સિવિલ હોસ્પિટલના તબીબની અપીલ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળોએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા જોલા છાપ તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની સાડા 700થી વધુની OPD હોય છે. જેમાં રોજના 10 થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે.
કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાન
આ લક્ષણો દેખાય તો ચેતી જજો
મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ. જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે. પરંતુ મોતના આંકડાની જો વાત કરવામાં આવે તો ઘણીવાર દર્દી પોતાના ઘરે જાતે સારવાર કરતો હોય છે. તેમજ મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે. અન્યથા ઘર નજીકમાં આવેલા જે નિષ્ણાંત તબીબ નથી, તો ઝોલાછાપ તબીબો પાસેથી સારવાર લઈ સમય પસાર કરતા હોય છે. આવા મચ્છરજન્ય રોગોનું સમયસર જો સારવાર કરવામાં આવે તો એ દર્દીની સારવાર બહુ જ સફળતાથી થઈ જતી હોય છે. પરંતુ જો મોડું કરવામાં આવે તો આવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન થાય છે. અને જો આવા કોમ્પ્લિકેશનને નજર અંદાજ કર્યા પછી દર્દી અમારી પાસે આવતોએ ગંભીર હાલતમાં આવતો હોય છે. જેથી દર્દીઓની મોત થવાની પૂરેપૂરી સંભાવના હોય છે.
મારી નાંખશે આ મોંઘવારી! કપાસિયા, સિંગતેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો, કમરતોડ