મારી નાંખશે આ મોંઘવારી! કપાસિયા, સિંગતેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો, કમરતોડ ભાવ વધારો

હાલ મોંઘવારીમાં માણસ ચારેતરફથી ભીંસાઈ રહ્યો છે. કમરતોડ મોંઘવારીમાં લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરના બજેટમાં તેલ, શાકભાજી કે પછી અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો તે ગૃહિણીઓને સમજવું મૂંઝવણભર્યું બની રહ્યું છે. આવામાં હવે તેલના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. સરકારના એક નિર્ણયથી ખાદ્ય તેલોના ભાવમા આસમાની વધારો થયો છે. તેમાં પણ કપસિયા તેલમાં સીધો 400 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 
મારી નાંખશે આ મોંઘવારી! કપાસિયા, સિંગતેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો, કમરતોડ ભાવ વધારો

Groundnut Oil Prices રાજકોટ : હાલ મોંઘવારીમાં માણસ ચારેતરફથી ભીંસાઈ રહ્યો છે. કમરતોડ મોંઘવારીમાં લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરના બજેટમાં તેલ, શાકભાજી કે પછી અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો તે ગૃહિણીઓને સમજવું મૂંઝવણભર્યું બની રહ્યું છે. આવામાં હવે તેલના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. સરકારના એક નિર્ણયથી ખાદ્ય તેલોના ભાવમા આસમાની વધારો થયો છે. તેમાં પણ કપસિયા તેલમાં સીધો 400 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 

તેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો 
સરકારે ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધતા ભાવમાં તોતિંગ વધારો થયો છે. તહેવારો પહેલાં ખાદ્ય તેલમાં 350થી 400 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000ને પાર પહોંચ્યો છે. ખૂલતા બજારે 1700 રૂપિયાના બદલે કપાસિયા તેલનો ભાવ 2050 રૂપિયાએ પહોંચ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1900 રૂપિયા થયો છે. 

  • કપાસિયા તેલનો 15 લીટરનો ડબ્બો જે પહેલા 1700 રૂપિયામાં આવતો હતો, તે હવે 2050 રૂપિયાના ભાવે મળી રહ્યો છે. 
  • સનફ્લાવર તેલના 15 લીટરનો ડબ્બો જે પહેલા 1700 રૂપિયામાં આવતો હતો તે હવે 2050 રૂપિયાના ભાવે મળી રહ્યો છે
  • પામ ઓઇલના 15 લીટરનો ડબ્બો જે પહેલા 1500 રૂપિયામાં આવતો હતો તે હવે 1900 રૂપિયાના ભાવે મળી રહ્યો છે

સરકારે આયાત ડ્યુટી વધારે 
કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત ઉપર ડ્યુટી વધારતા તેલના ભાવમાં વધારો થયો છે. તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તેલના ભાવમાં વધારો થતા મધ્યવર્ગી પરિવારમાં બજેટ ઉપર અસર પડી રહી છે.  ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયા. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news