ચેતન પટેલ/સુરત :માણસોના અકસ્માતના અનેક વીડિયો અને સીસીટીવી સામે આવતા હોય છે. પરંતુ શું તમે પ્રાણીઓના અકસ્માતના વીડિયો જોયા છે. સુરતથી આવો વીડિયો સામે આવ્યો છે. સુરતમાં એક કન્ટેનરની અડફેટા રસ્તે રખડતી ગાય આવી હતી. સુરતના હજીરાના મોરાગામ નજીક મધરાતે એક કન્ટેનર ચાલકે ગાયને અડફેટે લઈને ઘસડી હોવાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. જેને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાણીઓના અકસ્માત વધતા ગૌરક્ષકો રોષે ભરાયા 


સુરતના હજીરા વિસ્તારમાં ગાયને કન્ટેનર દ્વાર અડફેટે (accident) લેવાના ફૂટેજનો વીડિયો ફરતો થયો છે. કન્ટેનર ગાયને અડફેટે લીધા બાદ અંદાજે ૧ કિલોમીટર સુધી ઘસડી ગયું હતું. ઘટનાને પગલે ગૌરક્ષકો તેમજ સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. કારણ કે છેલ્લા ૧ વર્ષથી આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ટ્રક ટ્રેલરો કન્ટેનર ચાલકો રોડ પર બેસતી ગાયોને ધ્યાન બહાર રાખીને વાહનો હંકારતા હોવાનો આક્ષેપ લોકોનો છે. ઘટના અંગે ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.