ચેતન પટેલ/સુરત: હાલ યુવા વર્ગ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. જોકે સુરતમાં એક એવું દંપતી છે જેમને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ટેરેસ પર ગાર્ડન બનાવ્યો છે. આ ટેરેસ ગાર્ડનમાં અલગ અલગ હાઈજેનિક અને ઓર્ગેનિક ફ્રુટ અને શાકભાજી ઉગાડ્યા છે. આ ફ્રુટ અને શાકભાજીનો રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ પણ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાટકેશ્વર બ્રિજમાં મુદ્દે વિપક્ષનો હોબાળો, મ્યુનિ.કમિશ્નરની ચેમ્બર બહાર જ 'ભવાઈ'!


આજના આધુનિક યુગમાં યુવા વર્ગ સોશિયલ મીડિયા તેમજ પૈસા કમાવાની દોડમાં લાગી ગયા છે જોકે સુરતમાં રહેતું એકદમ પતિ એવું પણ છે જેઓ પોતાના સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ઘરમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે આ ટેરેસ ગાર્ડન એટલું સુંદર છે કે જોતા જ લોકોને ગમી જાય અને પોતાના જ ઘરમાં આ રીતે ટેરેસ ગાર્ડન ઊભું કરવાનો એક વખત વિચાર પણ આવી જાય. 


1400 કિલો ચાંદીની લૂંટ:'ધૂમ' માં સ્ટંટની ઓફર ના ગમી તો કંજર ગેંગે કરોડોની ચાંદી લૂંટ


જી હા... સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અંકિતા બુટવાલા આમ તો ઓનલાઇન બિઝનેસ કરે છે અને તેમનો દીકરો  અભ્યાસ અર્થે બહાર ગયો ગયો છે. તેમના પતિ નિલેશભાઈ નો પણ ટુરીઝમનો બિઝનેસ છે. આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર પોતે રહેતા હોય અને તેનાથી દૂર રહે તે માટે તેમને બે વર્ષ અગાઉ તેરસ ગાર્ડનનો વિચાર આવ્યો હતો. 


Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો


તેમને પોતાના પતિ સાથે મળીને પોતાના જ ઘરની ટેરેસ ઉપર ઓર્ગેનિક અને હારજેનિક ફ્રુટ્સ તેમજ શાકભાજી ઉઘાડ્યા છે જેમાં ટામેટા, અલગ અલગ પ્રકારના ભીંડા, અલગ અલગ પ્રકારના રેંગણ, કેળા, બ્રોકલી, વિવિધ સલાડમાં ઉપયોગમાં આવતા પાંદડાઓ, દાડમ, ફુલેવર સહિતના ફળ ફ્રુટ અને શાકભાજી ઉગાડ્યા છે. 


મમતા કુલકર્ણીને હિન્દી ફિલ્મના જાણીતા હિરોએ કરી હતી 'એક રાતની ઓફર'


અંકિતાબેનના પતિ નિલેશભાઈ સ્વાસ્થ્ય જાગૃત છે. જેથી તેઓ આ તમામ ફળફ્રુટ તેમજ શાકભાજીનો સલાડ તરીકે પણ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. દંપતી તેમના રોજિંદા જીવનમાંથી સમય કાઢીને આ ઓર્ગેનિક અને હાઈજેનિક ફળ ફ્રુટ અને શાકભાજીની સંભાળ રાખે છે. કેટલાક એવા બિયારણનો પણ એવા છે જે તેઓએ વિદેશથી મંગાવ્યા છે. પોતાના દીકરાની જેમ જ તેઓ આ ટેરેસ ગાર્ડનની સંભાળ રાખે છે.