તેજશ મોદી/સુરત : તક્ષશિલા આર્કેડ આગકાંડમાં 22 બાળકોનો ભોગ લેવાયો હતો જેમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશ્નરે આપેલા તપાસના આદેશ બાદ અત્યાર સુધીમાં 9 જેટલા જવાબદાર અઘિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટે રજૂ કરાયા બાદ 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જ્યારે સુરત કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તક્ષશિલા આર્કેડની આગની ઘટનમાં જે વિભાગનું નામ સૌથી વધુ ચર્ચાયું હતું તેવા ડીજીવીસીએલના એક અધિકારીની પણ ગંભીર બેદરકારી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે, સરથાણા સબ ડિવિઝનના નાયબ ઈજનેર દિપક નાયક દ્વારા બિલ્ડર આરોપીઓને ટ્રાન્સફોર્મર, ફુયઝ, તથા ગ્રાહક તરફથી કરવામાં આવેલા વિજવપરાશની મંગણી સામે ચકાસણી કર્યા બગર ગેરકાયદેસર વિજ કનેક્શન આપવામાં આવ્યું હતું.


સુરત અગ્નિકાંડ: બિલ્ડિંગમાં હતું ગેરકાયદેસર વીજ જોડાણ, વધુ ચાર લોકોની ધરપકડ


સાથે જ આગ જ્યારે લાગી ત્યાર બાદ લાંબા સમય સુધી વિજકનેક્શન સપ્લાય બંધ કે સટડાઉન કરી ન હતી, આમ આગ વધતી ગઈ હતી, જેથી ગંભીર ફરજચૂક ગુનાહિત બેદરકારી દાખવી હતી, તો તક્ષશીલા આર્કેડના બિલ્ડર રવીન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કહાર દ્વારા ભાગીદારી હોવા છતાં જરૂરી ધારા ધોરણ પ્રમાણે પરમિશન ન મેળવી હતી અમે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું જેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.


સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર


તક્ષશિલા આર્કેડની આગની ઘટનામાં ત્રણ બિલ્ડર, ચાર મનપા અધિકારીઓ, એક વિજ કંપનીના અધિકારી અને એક ટ્યુશન સંચાલક મળી કુલ નવ દોષિતોની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, જોકે ઘટનમાં કડક કાર્યવાહી કરવાનો દાવો કરનારા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ ધરપકડ કરાયેલા અધિકારીઓના ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો.



જયારે તેમને રજૂઆત કરવામાં આવી તો તેમને કહ્યું હતું કે આ રેપ્યુટેડ અધિકારીઓ હોવાથી તેમના ફૂટેજ નહીં મળે, જોકે હવે હવે અધિકારીઓ ગુનેગાર છે અને આરોપી તરીકે તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે, કે હજુ કેટલાક લોકોની ધરપકડ આ કેસમાં થઈ શકે છે, જોકે કોનો વારો હવે આવશે તેની ચિંતા અને ચર્ચા માનપા અને વિજ કંપનીના અધિકારીઓમાં ચાલી રહી છે.